________________
૧૩૨
જૈન ગૂર્જર કવિઓ: ૯
નિશ્રામાં. ગૌતમસાગરશિ. નીતિસાગરના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. તેમણે કર્મગ્રંથ, ન્યાય, કાવ્ય વગેરેનો અભ્યાસ કર્યો. સં. ૧૯૯૮માં ઉપાધ્યાયપદ મેરાઉમાં. એમની શક્તિઓ પારખી દાદાગુરુ ગૌતમસાગરે પોતાનો પરિવાર એમને સોંપ્યો હતો. ૨૦૧૨ મુંબઈ સંઘે દાનસાગર સાથે એમને પણ આચાર્યપદ આપ્યું હતું. સં. ૨૦૨૯માં ગચ્છનાયકપદ. મેરાઉમાં એમણે સં.૨૦૧૭માં આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની
સ્થાપના કરી. એમણે અનેક સાધુસાધ્વીઓને દીક્ષિત કર્યો, અનેક પ્રતિષ્ઠાઓ, તપશ્ચર્યાઓ, યાત્રાઓ કરી સ્વ. સં. ૨૦૪૪ ભાદરવા વદ અમાસ મુંબઈમાં.
એમણે સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર (સં. ૨૦૦૪), પર્વકથાસંગ્રહ, આર્યરક્ષિતસૂરિચરિત, કલ્યાણસાગરસૂરિચરિત, ગૌતમસાગરસૂરિચરિત વગેરે કૃતિઓ તથા ગુજરાતીમાં સ્તવન-પૂજાદિ રચ્યાં છે. કલ્પસૂત્રનું ગુજરાતી ભાષાંતર કર્યું છે.
ગુણોદયસાગર.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org