SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ જૈન ગૂર્જર કવિઓ : ૯ પૃ.૭૫); સં.૧૯૨૧નો (જુઓ એપિગ્રાફિકા પંડિકા, વો.૨, ૩૯), ગે.રે. અન્ય પ્રતિષ્ઠાલેખ : સં.૧૯૨૧ રત્નશેખર (? રત્નસાગર) સિદ્ધક્ષેત્રે કેશવજી નાયકની પ્રતિષ્ઠા, ના. ર. પ્રિમચંદકૃત “ગુરુગહુલી’ મુજબ પટ્ટમહોત્સવ ભુજમાં સં.૧૯૧૧ જેઠ સુદ ૧૧ના રોજ.] ૭૩. વિવેકસાગરઃ કચ્છના આશંબિયા ગામના ઓશવાલ શા. ટોકરસિંહના પુત્ર, જન્મ સં.૧૯૧૧. આચાર્યપદ ને ગચ્છશપદ મુંબઈમાં સં.૧૯૨૮. સ્વ. મુંબઈમાં ૩૭ વર્ષની વયે સં.૧૯૪૮ ફાગણ સુદ ૩. પ્રતિષ્ઠાલેખ સં. ૧૯૪૦, ગેરે. [વશા ઓશવાલ, માતા કુંતાબાઈ, જન્મનામ વેલજી. શૈશવમાં જ રત્નસાગર પાસે રહી જેન શ્રુતનો અભ્યાસ કર્યો. સં.૧૯૨૮ના શ્રાવણ સુદ ૨ના દિને સુથરીમાં ગુરુના સ્વર્ગવાસ બાદ દીક્ષિત થયા. માંડવીના સંઘની વિનંતીથી ત્યાં ચાતુર્માસ રહ્યા અને કાર્તિક વદિ પને શનિવારે ત્યાં જ ગચ્છશપદ પામ્યા.] ૭૪. જિનેંદ્રસાગરઃ કચ્છના ગોધરા ગામના ઓશવાળ શા કલ્યાણજીના પુત્ર. Tછેડા ગોત્ર, વીશા ઓસવાળ જ્ઞાતિ, પિતા શા કલ્યાણજી જીવરાજ, માતા લાછલબાઈ, જન્મ સં. ૧૯૨૯ કારતક સુદ ૭, જન્મનામ જેસિંઘભાઈ. ધર્મપરાયણ પિતાએ એમને વિવેકસાગરસૂરિને વહોરાવી પોતે પાર્જચંદ્રગચ્છના કુશળચંદજી પાસે દીક્ષા લીધી અને એ સં.૧૯૩૯માં સ્વર્ગ સંચર્યા. જેસિંઘભાઈએ કુશળચંદજીના અનુયાયી ભ્રાતૃચંદજી મહારાજ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. પછી મુંબઈમાં પણ પંડિતો પાસે કાવ્ય, વ્યાકરણ, ન્યાય આદિનો અભ્યાસ કર્યો. ગુરુ વિવેકસાગર જીવલેણ બિમારીમાં સપડાયા ત્યારે સિંઘભાઈ ગાદીવારસ તરીકે સૌને વિશેષ લાયક લાગ્યા. જેસિંઘભાઈએ દીક્ષિત થવાની તૈયારી બતાવી પણ ગાદીનો ભાર તો વડીલ ભાગ્યતાગરજીને જ સોંપવા કહ્યું. છેવટે લાંબી રકઝક પછી એમણે એ વાતનો સ્વીકાર કર્યો અને સં. ૧૯૪૮ના મહા વદ ૧૧ના રોજ દીક્ષિત થઈ જિનેન્દ્રસાગર બન્યા તથા શ્રાવણ સુદ ૧૦ના રોજ એમને માટે સ્થાપવામાં આવ્યા, મુંબઈમાં. જિનેન્દ્રસાગર માનસમાનથી દૂર રહી એકાંત સાધનારત રહ્યા. બહુધા કચ્છમાં વિચર્યા. વચ્ચે ૧૯૭૭માં રેલવેમાં મુંબઈ ગયેલા. સં.૧૯૮૯માં ફરીને સારવાર માટે જલમાર્ગે મુંબઈ ગયા. ત્રણેક માસ પછી ભવ્ય વિદાયપૂર્વક એ કચ્છ ગયા અને બહુધા ભુજપુરમાં રહ્યા. ત્યાં જ સં. ૨૦૦૪ના કારતક વદ ૧૦ના રોજ સ્વર્ગવાસ પામ્યા. જિનેન્દ્રસાગરને નામે, પછીથી, કેટલીક સાર્વજનિક સંસ્થાઓ સ્થપાયેલ છે. એ મૂળ પાટપરંપરાના છેલ્લા પટ્ટધર હતા. એમના જવાથી અંચલગચ્છમાં શૂન્યાવકાશ સર્જાયો જે ઉપાધ્યાય પરંપરામાં થયેલા ગૌતમસાગરે નેતૃત્વ સંભાળી પૂર્યો. પછી એમના શિષ્યોથી સંવેગી આચાર્યપરંપરા આરંભાઈ.] ગૌતમસાગર : [જન્મ સં.૧૯૨૦, મારવાડના પાલી ગામમાં, પિતા શ્રીમાળી બ્રાહ્મણ જોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy