SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી માતા, જન્મ સં.૧૮૧૭, મૂલનામ પાનાચંદ. કીર્તિસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય સં.૧૮૨૪, દીક્ષા ભુજપુરમાં ૧૮૩૩, આચાર્ય અને ગચ્છશપદ સુરતમાં ૧૮૪૩ કે જેનો મહોત્સવ શા. લાલચંદે કીધો. સ્વ. પાટણમાં ૫૩ વર્ષની વયે ૧૮૭૦ કાર્તિક શુદ ૧૩. ૧૨૯ તેમનો શિલાલેખ ૧૮૬૧નો (એપિ.ઇ., વૉ.૨, ૩૯), ગે.રે. તેજસાગરે સુરત બંદરે સં.૧૮૪૪ શક ૧૭૦૯ આષાઢ શુદિ ૫ બુધે બર્લિન સંગ્રહની ૨૦૧૩ નંબરની પ્રત લખી છે. તેજસાગર, અમરંસાગરસૂરિ (ક્ર.૬૫)ના શિષ્ય સત્યસાગરગણિના શિષ્ય ક્ષમાસાગરગણિના શિષ્ય હતા. ૭૦. રાજેન્દ્રસાગર : સુરતમાં જન્મ. સ્વ. માંડવીમાં સં.૧૮૯૨. તેમનો સં.૧૮૮૫નો શિલાલેખ (ઓપ. સિટ., ૩૯); સં.૧૮૮૬નો, ગે.રે. [સં.૧૮૭૭માં ભુજમાં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં તથા સં.૧૮૮૧માં સુરતમાં સંભવનાથજી જિનાલયમાં પ્રતિષ્ઠા.] : ૭૧. મુક્તિસાગર : માલવદેશે ઉજેણીના ઓસવાલ શા ખીમચંદ પિતા, ઉમેદ માતા, જન્મ સં.૧૮૫૭, મૂલનામ મોતીચંદ. દીક્ષા ૧૮૬૭ વૈશાખ શુદ ૩, આચાર્ય ને ગચ્છશપદ પાટણમાં ૧૮૯૨ વૈશાખ શુદિ ૧૨ કે જેનો મહોત્સવ શેઠ નથુ ગોકલજીએ કર્યો. સ્વ. ૫૭ વર્ષની વયે સં.૧૯૧૪માં. તેમણે સં.૧૮૯૩માં પાલીતાણામાં શેઠ ખીમચંદ મોતીચંદે અંજનશલાકા કરી તેમાં ૭૦૦ બિંબની પ્રતિષ્ઠા કરી. ૧૮૯૭ મહા શુદિ પને દિને નલિનપુરમાં (કચ્છના નલિયામાં) શેઠ નરસિંહ નાથા(લઘુજ્ઞાતીય નાગડાગોત્રીય)એ કરાવેલ ચન્દ્રપ્રભની પ્રતિષ્ઠા કરી. તે શેઠે સિદ્ધાચલ પર દેરાસર કરાવ્યાં વગેરે અનેક સુકૃત કર્યાં. સં.૧૮૯૭ ફાગણ શુદિ ને દિને શા ચાંપશી ભીમશી વીસા ઓસવાલે ચિંતામણિ પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા ગુરુ પાસે કરાવી. ખંભાતની પાસે વટાંદરામાં ગોડીજીની પ્રતિષ્ઠા ગુરુએ કરી. સં.૧૯૦૫ મહા શુદિ પને દિને જખૌમાં જીવરાજ રતનસિંહે કરાવેલ મહાવીર ચૈત્યમાં પ્રતિષ્ઠા કરી. શેઠે ત્રણ લાખ કોરી ખર્ચી પુસ્તકોનો ભંડાર કરાવ્યો. સં.૧૯૧૦ નલિયામાં ભારમલ તેજસીએ દેરાસર કરાવ્યું ને ગામ સાંધાણમાં શેઠ માંડણ તેજસીએ નવું દેરાસર કરાવ્યું વગેરે. શિલાલેખ સં.૧૯૦૫ (એપિ.ઈ., વૉ.૨, ૩૯), ગે.રે. ૭૨. રત્નસાગર : કચ્છના મોથારા ગામના શા લાડણ પચાણ પિતા, ઝુમાબાઈ માતા, જન્મ સં.૧૮૯૨. દીક્ષા ૧૯૦૫, આચાર્યપદ ને ગચ્છેશપદ ૧૯૧૪, સ્વ. સુથરીમાં ૩૬ વર્ષની વયે ૧૯૨૮ શ્રાવણ શુદ ૨. એમના સમયમાં ઓસવંશીય શેઠ નરસિંહ નાથાએ સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય ખર્યું તથા એ જ જ્ઞાતિના શેઠ કેશવજી નાયકે દશ લાખ રૂપિયા ખર્ચી પાલીતાણામાં અંજનશલાકા કરીને ૬૦૦૦ જિનબિંબ ભરાવ્યાં. આના શિલાલેખ સં.૧૯૧૮ (જુઓ ડી.પી. ખખ્ખરનો રિપૉર્ટ, કચ્છપ્રાંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy