________________
૧૨૮
આવૃત્તિ, પૃ.૪૫૧માં પ્રકટ થયું છે.
વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરગણિએ (પછીથી ઉદયસાગરસૂરિએ) ‘ગુણવર્માચરિત્ર’(જુઓ મિત્ર, નોટિસીઝ, ૮, પૃ.૧૪૫-૬) અને ‘ચોત્રીશ અતિશયનો છંદ’ (જૈન કાવ્યપ્રકાશ, ભાગ ૧, મુંબઈ, ૧૮૮૩ આવૃત્તિ, પૃ.૭૪-૫માં મુદ્રિત) રચ્યાં છે.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
પ્રતિષ્ઠાલેખ સં.૧૭૧૮, બુ. ૧.
જુઓ નિત્યલાભકૃત ‘વિદ્યાસાગરસૂરિ રાસ' (ઐ. રાસસંગ્રહ ભાગ ૩) રચ્યા સં.૧૭૯૮ પોષ ૧૦ અંજારમાં.
[નાગડા ગોત્ર. આચાર્યપદ અને ભટ્ટા૨કપદની મિતિઓ કચ્છી સંવતની સમજવાની છે. એમાં શ્રાવણ પછી કારતક આવે. કચ્છના મહારાવ ગોડજીને પ્રતિબોધી એમણે પર્યુષણપર્વના પંદર દિવસો અમારિ-ઘોષણા કરાવડાવી હતી. એમણે ‘ગોડીપ્રભુપાર્શ્વ સ્તવન’અને દેવેન્દ્રસૂરિષ્કૃત ‘સિદ્ધપંચાશિકા' ૫૨ બાલાવબોધ (સં.૧૭૮૧) રચેલ છે. સ્વર્ગવાસ સુરતમાં.]
૬૭. ઉદયસાગર ઃ નવાનગરમાં (જામનગરમાં) ઓશવંશના શા. કલ્યાણજી પિતા, જયવંતી માતા, જન્મ સં.૧૭૬૩, મૂલનામ ઉદયચંદ. દીક્ષા સં.૧૭૭૭, દીક્ષાનામ જ્ઞાનસાગર, આચાર્યપદ ૧૭૯૭ કાર્તિક શુદ ૩ રવિ, ગચ્છશપદ તે જ વર્ષ માગશર શુદ ૧૩. સ્વ. ૬૩ વર્ષની વયે ૧૮૨૬ આસો શુદ ૨ સુરતમાં.
તેમણે ‘સ્નાત્રપંચાશિકા’ સં.૧૮૦૪ (અબ્ધિખાષ્ટદુમિતે વર્ષે) પાલીતાણામાં શ્રીમાલી કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાથે યાત્રા કરતાં રચેલ છે. (પિટર્સન, ત્રીજો રિપૉર્ટ, પરિશિષ્ટ, પૃ.૨૩૬-૯).
‘વિદ્યાસાગરસૂરિ રાસ’માં આ સૂચિનું મૂલ સંસારી નામ ગોવર્ધન હતું એમ જણાવ્યું છે.
[જન્મમિતિ ચૈત્ર શુદ ૧૩. દીક્ષા ભુજમાં. સ્વર્ગવાસવર્ષ ૧૮૨૬ શંકાસ્પદ છે કેમકે સં.૧૮૨૭નો એમનો પ્રતિષ્ઠાલેખ મળે છે તેમજ સં.૧૮૨૮માં જ્ઞાનસાગરે રચેલી પટ્ટાવલીમાં એમની વિદ્યમાનતા દર્શાવી છે. વિદ્યાસાગર વિશેની નોંધમાં તથા ઉપર દર્શાવેલ સિવાયની એમની ઘણી કૃતિઓ છે. તે માટે જુઓ અંચલગચ્છ દિગ્દર્શન, પૃ.૫૦૫-૦૬, જૈન ગૂર્જર કવિઓ તથા ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાલીન).]
૬૮. કીર્તિસાગર : કચ્છના દેસલપુરમાં ઓસવંશી સાહ માલસિંહ પિતા, આસબાઈ માતા, જન્મ સં.૧૭૯૬, મૂલનામ કુંઅરજી. ઉદયસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા સં.૧૮૦૪, દીક્ષા સં.૧૮૦૯ માંડવી બંદરમાં, આચાર્યપદ સુરતમાં ૧૮૨૩ કે જે વખતે શા. ખુશાલચંદ તથા ભુખણદાસે છ હજાર ખર્ચી મહોત્સવ કર્યો, ગચ્છેશપદ અંજારમાં ૧૮૨૬. સ્વ. ૪૮ વર્ષની વયે સુરતમાં ૧૮૪૩ ભાદરવા દેિ ૬.
[ગચ્છશપદ ૧૮૨૬માં વિચારણીય છે, કેમકે પૂર્વ પટ્ટધર ઉદયસાગર ૧૮૨૮ સુધી હયાત હોવાનું દેખાય છે.]
૬૯. પુણ્યસાગર : ગુજરાતના વડોદરાના પોરવાડ સા. રામસી પિતા, મીઠીબાઈ
::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org