________________
જૈન ગૂર્જર કવિઓ : ૯
પૃ.૩૪૫-૫૫, વૉ.૨૦, પૃ.૧૩૭. જૈન શિલાલેખ, જર્નલ ઑફ એશિઆટિક સોસાયટી મુંબઈ, વૉ.૫૫, ભાગ ૧, પૃ.૪૭). ૧૫ને એકસાથે આચાર્યપદવી આપી.
૧૨૦
[ડોડ ગામ મારવાડનું. શ્રીમાળી જ્ઞાતિ. જન્મનામ અચલકુમાર. અજિતસિંહને પણ સિંહપ્રભની પેઠે વલ્લભી શાખાના ગુણપ્રભસૂરિના શિષ્ય દર્શાવવામાં આવે છે, જે સ્વીકાર્ય ગણાતું નથી. બન્ને મહેન્દ્રસિંહસૂરિના જ શિષ્યો હતા. પંદર શિષ્યોને આચાર્યપદ આપ્યું સં.૧૩૩૯માં. સ્વર્ગવાસ અણહિલપુર પાટણમાં.
અજિતસિંહસૂરિના શિષ્ય માણિક્યસૂરિએ સં.૧૩૩૮માં ‘શકુનસારોદ્વાર’ નામની કૃતિ રચી છે.
૫૩. દેવેન્દ્રસિંહ : પાલણપુરમાં શ્રીમાલી સાંત શેઠ પિતા, સંતોષશ્રી માતા, જન્મ સં.૧૨૯૯. દીક્ષા થિરાદ્ર(થરાદ)માં સં.૧૩૦૬, આચાર્યપદ તિમિરપુરમાં ૧૩૨૩, ગચ્છનાયકપદ ૧૩૩૯. સ્વ.૧૩૭૧ અણહિલપુર પાટણમાં ૭૨ વર્ષની વયે.
[જન્મનામ દેવચન્દ્ર. સારા કવિ અને વક્તા હતા.
૫૪. ધર્મપ્રભ : ભિન્નમાલમાં શ્રીમાલી લીંબા શેઠ પિતા, વિજલદે માતા, જન્મ સં.૧૩૩૧. દીક્ષા જાલોરમાં સં.૧૩૪૧, આચાર્યપદ ૧૩૫૯, ગચ્છનાયકપદ અણહિલપુર પાટણમાં ૧૩૭૧.
ધર્મપ્રભનું બીજું નામ પ્રાતિલકસૂરિ હતું. તે આચાર્ય ૬૩ વર્ષની વયે આસોટી ગામમાં સ્વર્ગસ્થ થયા, સં.૧૩૯૩.
તેમણે અંકાષ્ટયક્ષ(સં.૧૩૮૯)માં ‘કાલિકાચાર્યકથા' રચી (જુઓ જયસોમનો ‘વિચારરત્નસંગ્રહ’, અને સમયસુંદરનું ‘સામાચારીશતક'). આ કથાનું સંશોધન જર્મન ડૉ. લૉયમને કરી જર્નલ જર્મ. ઑરિ. સો., વૉ.૪૭, પૃ.૫૦૫-૯માં પ્રકટ કર્યું છે. [ધર્મપ્રભનું જન્મનામ ધનરાજ કે ધનચન્દ્ર. પ્રખર તપસ્વી હતા.]
ભુવનનુંગસૂરિ : શાખાચાર્ય થયા. તેમણે રાઉલ ખેંગારની સમક્ષ જૂનાગઢમાં (ખેંગા૨ ૪થો રાજ્ય સં. ૧૩૩૬–૯૦, જુઓ આર્કિ. સર્વે વેસ્ટ ઈંડિયા, ૨, પૃ.૧૬૪-૬૫) તક્ષનાગને પ્રત્યક્ષ આણી ૧૬ ગારુડીઓના વાદ જીત્યા ને તેમની પાસે જિંદગી સુધી સર્પ પકડવાનો ને ખેલાવવાનો ધંધો ન કરવો એવો નિયમ કરાવ્યો. પાતસાહની મંજૂરીથી સવા લાખ જાલ છોડાવી, પ૦૦ ભઠ્ઠી બંધ કરાવી.
[ભુવનતુંગસૂરિ મંત્રવાદી હતા. એમનાથી તુંગ શાખા શરૂ થઈ.
બીજા એક શાખાચાર્ય જયાનંદસૂરિ સં.૧૩૮૨માં વિદ્યમાન હતા. એમણે એ વર્ષમાં બાહડમેરના સમરથ નામના રજપૂતને પ્રતિબોધી જૈનધર્મી કર્યો હતો.]
૫૫. સિંહતિલક : મરુદેશે અઇવપુરે (મેરુ., પ્ર.ચિં. અને શતામાં આદિત્યવાટકે) આશાધર શેઠ પિતા, ચાંપલદે માતા, જન્મ સં.૧૩૪૫. દીક્ષા ૧૩૫૨, આચાર્ય ૧૩૭૧ આણંદપુરમાં, ગચ્છનાયકપદ પાટણમાં ૧૩૯૩, સ્વ. સ્તંભતીર્થે ૫૦ વર્ષની વયે,
૧૩૯૫.
[શ્રીમાલી વંશ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org