SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૨૧ ૫૬. મહેન્દ્રપ્રભ : વડગામમાં ઓસવાલ આશા શેઠ (મેરુ. પ્ર. ચિ.માં પારેખ આભા) પિતા, જીવણાદે માતા, જન્મ સં.૧૩૬૩. દીક્ષા વીજાપુરે સં.૧૩૭૫ (મેરુ. પ્રાચિ. અને શત.માં ૧૩૬૫), આચાર્યપદ ૧૩૯૩ (મેરુ. પ્ર. ચિ.માં ૧૩૮૯) અણહિલપુર પાટણમાં, ગચ્છનાયકપદ તંભતીર્થ (ખંભાત) બંદરે ૧૩૯૮. સ્વ. ૮૧ વર્ષનું આયુષ્ય ભોગવી સં.૧૪૪૪ (મેરુ, પ્ર. ચિ. અને શત.માં ૧૪૪૩). તેમના સમયમાં શાખાચાર્ય અભયસિંહસૂરિ થયા. તેના ઉપદેશથી સં.૧૪૩રમાં પાટણવાસી મીઠડિયા ગોત્રના શા. ખેતો નોડીએ પાર્શ્વપ્રતિમા ભરાવી કે જે શ્રી ગોડી પાર્શ્વનાથજી હાલ વિદ્યમાન છે. (જુઓ ગોડી પાર્શ્વનાથ ચોઢાલિયું. “વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયું છે તે, તથા ભાંડારકર ૧૮૮૩-૮૪નો રિપોર્ટ, પૃ.૩૨૩). મહેંદ્રપ્રભનો પ્રતિષ્ઠાલેખ ૧૪૫૪, બુ.૧. [2] મિહેન્દ્રપ્રભનું જન્મનામ મહેન્દ્ર. સં.૧૪૨૦માં ધર્મતિલકસૂરિ, સોમતિલકસૂરિ, મુનિશેખરસૂરિ, મુનિચંદસૂરિ, અભયતિલકસૂરિ, જયશેખરસૂરિ એ છ શિષ્યોને પાટણમાં એકીસાથે સૂરિપદ પ્રદાન કર્યું. મહેન્દ્રપ્રભ કવિ હતા અને એમનું સંસ્કૃતમાં “જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તોત્ર' ઉપલબ્ધ છે. સ્વર્ગવાસ પાટણમાં. લેખ વસ્તુતઃ મહેન્દ્રસૂરિનો છે (શ્રી અંચલગચ્છીય પ્રતિષ્ઠાલેખો, ૪.), જે કોઈ અન્ય હોવાનું સમજાય છે. મુનિશેખરથી શેખર શાખા શરૂ થઈ. જયશેખરસૂરિએ સં. ૧૪૬૨ના ધમ્મિલચરિતમાં તથા અન્ય કાવ્યોમાં એમનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે.] ૫૭. મેરૂતુંગ : નાણી (મરુદેશે જીર્ણપુરમાં) ગામમાં પોરવાડ વોરા વઈરસિંહ પિતા, નાહુલણદે માતા, જન્મ સં.૧૪૦૩. દીક્ષા સં.૧૪૧૮, આચાર્યપદ ૧૪૨૬, ગચ્છનાયકપદ ૧૪૪૬. સ્વ. ૬૮ વર્ષની વયે, ૧૪૭૧. એમણે વઢિયાર દેશમાં શંખેશ્વર પાસે લોલાડ ગ્રામમાં જીરિકાપલ્લી પાર્શ્વનાથના પોતે રચેલા “નમો દેવદેવાયથી શરૂ થતા સ્તોત્રથી તેમની સ્તવના કરી વિઘ્ન નિવાર્યું અને તે જ ગામમાં બાદશાહ મહમદ ફોજ લઈ આવતાં તેની ફોજને પાર્શ્વનાથના મહિમાથી પાછી વાળી. વડનગરના નાગર વાણિયાનાં ત્રણસો ઘર ત્યાંના નગરશેઠના પુત્રને ડંખેલ સર્પનું ઝેર પોતાના ઉપરોક્ત સ્તોત્રથી નિવારી શ્રાવક કર્યા. આ સ્તોત્ર વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયું છે. તેમના ગ્રંથો : કાલિદાસ માઘ આદિનાં પંચકાવ્ય પઠે પોતે પાંચ કાવ્ય રચ્યાં – (૧) નાભિવંશકાવ્ય. (૨) યદુવંશસંભવકાવ્ય. (૩) નેમિદૂતકાવ્ય વગેરે. ઉપરાંત નવીન વ્યાકરણની રચના કરી. “સૂરિમંત્રકલ્પ” (જુઓ પિટર્સન રિપૉર્ટ, ૩, પૃ.૩૬૪-૬૫) અને બીજા ગ્રંથો રચ્યા. “મેઘદૂતકાવ્ય' પણ (જુઓ તે જ રિપોર્ટ, પૃ.૨૪૮) રચ્યું, “શતપદીસમુદ્ધાર' પોતાની પ૩મા વર્ષની વયે (એટલે સં.૧૪૫૬) અથવા તે શતકના પ૩મા વર્ષે (એટલે સં.૧૪૫૩માં), (લઘુશતપદી સં.૧૪૫૦માં) “શ્રીકંકાલય-રસાધ્યાય' (જુઓ વેબ વર્ઝ, ૧, પૃ.૨૯૭) રચ્યાં. ક્લાટ કહે છે કે પ્રબંધચિંતામણિ’, ‘ઉપદેશશત’ અને ‘કાતંત્ર-વ્યાખ્યા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy