SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈન ગૂર્જર કવિઓ : ૯ આર્યરક્ષિતના પિતા દંત્રાણા ગામમાં પ્રાગ્વાટ વણિક નામે દ્રોણ, જન્મ સં.૧૧૩૬, મૂલ નામ ગોદુ. દીક્ષા સં.૧૧૪૬ (મેરૂતુંગના પ્રબંધચિંતામણિ'ની અમદાવાદ આવૃત્તિની પ્રસ્તાવનામાં સં.૧૧૪૧, “શતપદી-સમુદ્ધારમાં સં.૧૧૪૨) જયસિંહસૂરિ પાસે, નામ વિજયચ. દશવૈકાલિક આદિ સૂત્ર વાંચી સાધુ-આચાર પ્રમાણે શુદ્ધ – નિરવઘ આહાર લેવો, તપ કરવું વગેરે ક્રિયા કરવા લાગ્યા. ગુરુએ ઉપાધ્યાયપદ આપ્યું. અમુક વખત સુધી શુદ્ધ આહાર ન મળ્યો. પાવાગઢ પાસે ચક્રેશ્વરીદેવીના કથનથી ભાલેજ નગરમાં આહાર મળ્યો. ત્યાં યશોધન ભણશાલીએ મોટું નવું દેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી. ઉપાધ્યાયજીની વિધિસહિત શુદ્ધ ક્રિયાની પ્રશંસા દેવવાણીએ કરી. ને ત્યાંથી સં.૧૧૬૯મા વર્ષે, મૂળ નાણકગચ્છને બદલે વિધિપક્ષગચ્છની સ્થાપના થઈ. (જુઓ ભાંડારકર રિપોર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૪૪૨). | વિજયચન્દ્ર ઉપાધ્યાયે માલવદેશમાં વિહાર કર્યો. ૨૧૦૦ સાધુને, ૧૧૦૦ સાધ્વીને દીક્ષા આપી. ગુરુએ (જયસિંહસૂરિએ) વિજયચન્દ્રને મદાફર નગરે આચાર્યપદ આપી આર્યરક્ષિતસૂરિ નામ રાખ્યું, સં.૧૨૦૨. સ્વર્ગવાસ સં.૧૨૩૬માં થયો. સૂરિપદ લીધા પહેલા આ વિજયચન્દ્ર ઉપાધ્યાયે વિણપ નગરમાં કોડી (કોટ) વ્યવહારીને પ્રતિબોધ્યો. તેની પુત્રી સમયશ્રીએ દીક્ષા લીધી. આ વ્યવહારીને સિંગદેએ (સિદ્ધરાજ જયસિંહે) પોતાનો ભંડારી કર્યો હતો. તે કુમારપાલના સમયમાં પ્રતિક્રમણ કરતાં હેમાચાર્યને પોતાના વસ્ત્રનો છેડો રાખીને વાંદણાં દેવા લાગ્યો. કુમારપાલ રાજાએ તેને વસ્ત્રાંચલે કેમ વાંદણાં આપે છે એમ પ્રશ્ન કરતાં હેમચન્દ્રાચાર્યે કહ્યું કે તે પ્રમાણે સિદ્ધાંતનો માર્ગ છે. ત્યારે કુમારપાલ રાજાએ વિધિપક્ષગચ્છ એવું નામ સાર્થક છે એમ કહી પ્રશંસા કરી વિધિપક્ષ નામ રાખવાને ઉત્સુક થઈ અંચલગચ્છ નામ સ્થાપ્યું છે. આ સૂરિએ ૨૧૦૦ સાધુને ૧૧૩૦ સાધ્વીને દીક્ષા આપી. ૧૨ સાધુને * ચાર્યપદે, ૨૦ સાધુને ઉપાધ્યાયપદે, ૭૦ સાધુને પંડિતપદે, ૧૦૩ને (સમયશ્રી આદિ : ધ્વીઓને) મહત્તરાપદે, ૮૨ મોટી સાધ્વીને પવત્તણી – પ્રવર્તિનીપદે સ્થાપિત કર્યો. કુઇ ૩પ૧૭ સાધુ આદિનો પરિવાર થયો. નિરચંદ્ર-વીરચંદ્ર-મુનિતિલક-જયસિંહ-આર્યરક્ષિત એ પરંપરા વધુ આધારભૂત જણાય છે. એ રીતે આર્યરક્ષિત ૪૮મી પાટે ગણાય. વીરચન્દ્ર સૂરિપદ સં.૧૦૭૩, મુનિતિલક સં.૧૧૦૨, જયસિંહ સૂરિપદ સં.૧૧૩૩ મળે છે, જે તર્કયુક્ત છે. મુનિતિલકને વીરચન્દ્ર ઉપાધ્યાયપદ આપ્યું હતું. પછી તેઓ જુદા વિચરીને પાટણ (આાગલા પાનાથી ચાલુ) આત્મારામજીના વંશવૃક્ષમાં એમ છે કે ઃ સર્વદેવસૂરિના સમયમાં આઠ શાખા થઈ – સર્વદેવ, પધદેવ, ઉદયપ્રભ, પ્રભાનંદ, ધર્મચન્દ્ર, શ્રીવિનયચન્દ્ર, ગુણસમુદ્ર, વિજયપ્રભ, જયસિંહ, નરચન્દ્ર, વિજયચન્દ્ર, આર્યરક્ષિત. મેરૂતુંગની લઘુશતપદીમાં એવો ક્રમ છે કે ઃ ઉદ્યોતન, સર્વદેવ, પદ્મદેવ, ઉદયપ્રભુ, પ્રભાનંદ, ધર્મચન્દ્ર, સુગુણચન્દ્ર, ગુણસમુદ્ર, વિજયપ્રભ, નરચન્દ્ર, વીરચન્દ્ર, મુનિતિલક, જયસિંહ, આર્યરક્ષિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy