________________
તપાગચ્છની પટ્ટાવલી
વિધિપક્ષગચ્છ / અંચલગચ્છની પટ્ટાવલી
(આ અંચલગચ્છની પટ્ટાવલી માટે કચ્છ કોડાયવાળા શ્રાવક ૨૦જી દેવરાજે ‘શતપદી ભાષાંતર' સં.૧૯૫૧માં પ્રકટ કરેલ તેમાં છેવટે આપેલ પટ્ટાવલી વગેરે જોઈ એમાં આવશ્યક સુધારોવધારો કર્યો છે. છતાં તે જોઈ જવા ભલામણ છે. વળી જુઓ ઇં.ઍન્ટિ., વૉ.૨૩, પૃ.૧૭૪-૭૮.)
ઍન્ટિક્વેરીમાંથી ડૉ. ક્લોટની પટ્ટાવલીની માહિતી અહીં આમેજ
ઇન્ડિયન થયેલી દેખાય છે.] ૩૫. ઉદ્યોતનસૂરિ :
[જુઓ તપાગચ્છ મુખ્ય પટ્ટાવલી. ૩૬. સર્વદેવ :
[જુઓ તપાગચ્છ મુખ્ય પટ્ટાવલી. તેઓ શંખેશ્વર તીર્થમાં વધુ રહેતા તેથી તેમનો શંખેશ્વરગચ્છ કહેવાયો.]
૧૧૫
૩૭. પદ્મદેવ : શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ આવતાં ત્યાં સાંખ્ય દર્શનીઓને વાદમાં જીતવાથી તેમનું બીજું નામ સાંખ્યસૂરિ પડ્યું, અને શંખેશ્વરમાં એ વાત બની તેથી શંખેશ્વરગચ્છની સ્થાપના થઈ.
[તેઓ આ. સર્વદેવસૂરિના લઘુ ગુરુભાઈ હતા. ૩૮. ઉદયપ્રભ.
૩૯. પ્રભાનંદ : નાણક ગામમાં ત્યાંના શ્રાવકોએ ઘણાં નાણાં ખર્ચી મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ કરાવ્યો. નાણક ગામ પરથી યા ઘણું નાણું ખર્યું તેથી નાણકગચ્છની સ્થાપના થઈ.
[સં.૮૩૨માં નાણકગચ્છ અસ્તિત્વમાં આવ્યો. નાણક ગામમાં પ્રભાનંદનો આચાર્યપદનો મહોત્સવ એમના સંસારપક્ષના મામા જિનદાસે કર્યો.]
૪૦. ધર્મચન્દ્ર. ૪૧. સુવિનયચન્દ્ર.
૪૨. ગુણસમુદ્ર. ૪૩. વિજયપ્રભ.
૪૪. નરચન્દ્ર. ૪૫. વિજયચન્દ્ર. ૪૬. જયસિંહ. ૪૭. આર્યરક્ષિત :
૧. ભાંડારકર રિપૉર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૩૨૧માં નીચેની પરંપરા આપે છે ઃ ઉદ્યોતન, સર્વદેવ, પદ્મદેવ, ઉદયપ્રભ, પ્રભાનંદ, ધર્મચન્દ્ર, સુમનચન્દ્ર, ગુણચન્દ્ર, વિજયપ્રભ, નરચન્દ્ર, વીરચન્દ્ર, મુનિતિલક, જયસિંહ, આર્યરક્ષિત.
મેરુડુંગના ‘પ્રબંધચિંતામણિ'ની પ્રસ્તાવનામાં પૃ.૧૦ ઉપર એમ છે કે ઃ ઉદ્યોતન, સર્વદેવ, (ધનપાલ વિ.સં.૧૦૨૯) પદ્મદેવ, ઉદયપ્રભ, નરચન્દ્ર, શ્રીગુણસૂરિ, વિજયપ્રભ, નરચન્દ્ર, વીરચન્દ્ર, આર્યરક્ષિત.
(પછીને પાને ચાલુ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org