SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૧૭ ગયા અને ત્યાં તેમના સંસારપક્ષના એક કાકાએ મહોત્સવપૂર્વક એમને નગરપ્રવેશ કરાવ્યો, ત્યાં એમણે પોતાની મેળે જ સૂરિપદ અંગીકૃત કર્યું. એમનો શિષ્ય પરિવાર તિલક શાખાથી પ્રસિદ્ધ થયો. આ પરથી એમ માની શકાય કે વૈમનસ્યને લીધે કે પછી તેઓ અલ્પાયુ હોઈને એમને પટ્ટધર તરીકે ન દર્શાવ્યા હોય. આર્યરક્ષિતની માતાનું નામ દેદી, દેઢી કે ગોદા ને એમનું પોતાનું મૂળ નામ વયજા – વિજયકુમાર પણ મળે છે. અંચલગચ્છની સ્થાપનાનું વર્ષ સં. ૧૨૧૩ મળે છે. દિક્ષા ખંભાતમાં, આચાર્યપદ પાટણમાં સં.૧૧૫૯માં કે ભાલેજમાં સં.૧૧૬૯માં એવી માહિતી પણ નોંધાયેલી છે. જન્મગામ દંત્રાણા તે આબુ પાસેનું દંતાણી.] ૪૮. જયસિંહ (૨) : કંકણદેશે સોપારાપુરમાં કોટિ દ્રવ્યનો ધણી દાહડ શેઠ પિતા, નેઢી માતા, જન્મ સં.૧૧૭૯, મૂલનામ જેસિંહકુમાર. દીક્ષા વિજયચન્દ્ર ઉપાધ્યાય પાસે થિરદ્ધ(થરાદ)માં સં.૧૧૯૩ (મેરૂતુંગ, પ્ર. ચિં. તથા શત. મુજબ ૧૧૯૭), સૂરિપદ સં.૧૨૩૬. સ્વ.સં. ૧૨૬૮, ઉંમર વર્ષ ૭૯. આ સૂરિએ મુંગીપટ્ટણથી કુમારપાલ રાજાએ બોલાવેલા ને પીરાણા પાટણમાં પોતાના ભટ્ટારક સહિત આવેલા દિગંબરી સાળવીઓને તેમના ભટ્ટારક સાથે વાદ કરી તેને જીતી શ્વેતાંબર કર્યા. આ દિગંબરી શાખાના યતિઓ હમણાં પણ હર્ષના સંઘાડાના કહેવાય છે. તે સર્વ અંચલગચ્છના જાણવા. તેમના સ્વર્ગવાસનું વર્ષ ભંડારકર રિપૉર્ટ, ૧૮૮૩-૮૪, પૃ.૩૨૩માં ૧૨૪૯નું આપે છે ને વળી ‘ઉપદેશચિંતામણિની પ્રશસ્તિ (પૃ.૪૪૨) ઉતારે છે કે : મૌલિ ધુનોતિ સ્મ વિલોક્ય યસ્ય નિઃસંગતા વિસ્મિતચિત્તવૃત્તિઃ | શ્રીસિદ્ધરાજઃ સ્વસમાજમધ્યે સોડભૂત્તતઃ શ્રીજયસિંહસૂરિઃ | દિક્ષાનામ યશચન્દ્ર. સં.૧૧૮૭માં ઉપાધ્યાયપદ એવી માહિતી પણ મળે છે. સં.૧૨૦૨માં મંદોરમાં આચાર્યપદ એવી માહિતી મળે છે તે વધુ વિશ્વસનીય ગણાય, કેમકે સં. ૧૨૩૬ તો શિષ્ય ધર્મઘોષના પદમહોત્સવના વર્ષ સં.૧૨૩૪થી પણ પાછળ જાય. સ્વ. સં.૧૨૫૯ પ્રભાસપાટણમાં એવી હકીકત મળે છે તે પણ વધુ વિશ્વસનીય જણાય છે. દિગંબર ભટ્ટારકનું નામ છત્રહર્ષ અને આ પ્રસંગ સં.૧૨૧૭માં બન્યો હોવાનું નોંધાયું છે.] ૪૯. ધર્મઘોષ : (મરુદેશે) માહવપુરે ચન્દ્ર વ્યવહારી પિતા, રાજલદે માતા, જન્મ સં.૧૨૦૮. દીક્ષા સં.૧૨૧૬, સૂરિપદ સયંભરી નગરીમાં સં.૧૨૩૪. સ્વ. સં.૧૨૬૮, ઉંમર વર્ષ પહ, ૧. ધર્મઘોષસૂરિ અનેક થયા છે. “બોધિત-શાકંભરીભૂપ' એવા ધર્મઘોષસૂરિ તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા એમ ધર્મઘોષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય દેવસેનગણિના શિષ્ય પૃથ્વીચન્દ્રસૂરિએ પોતાના “કલ્પટિપ્પનની પ્રશસ્તિમાં જણાવ્યું છે. નં.૧૬૩, સન ૧૮૮૧– ૮૨, કિલ્હોન રિપોર્ટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy