________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૯
કોઠારી પોળના પાર્શ્વનાથ જિનાલયમાં તથા અમદાવાદમાં લુહારની પોળના ઉપાશ્રયમાં એમની મૂર્તિ સ્થાપિત થઈ છે.
૭૧. મણિવિજય (દાદા) : જન્મ સં.૧૮૫૨ ભારદવા સુદ, ભોયણી તીર્થ પાસેના અઘાર ગામના જીવણદાસ પિતા, ગુલાબદેવી માતા, જ્ઞાતિએ વીસા શ્રીમાળી, જન્મનામ મોતીચંદ, દીક્ષા સં.૧૮૭૭ પાલીમાં કીર્તિવિજયગણિ પાસે. તેમણે દીક્ષાના દિવસથી જિંદગી પર્યંત ચઉવિહારા એકાસણાં કર્યાં હતાં. પંન્યાસપદ ૧૯૨૨ જેઠ સુદ ૧૩. સ્વ. સં.૧૯૩૫ આસો સુદ ૮ અમદાવાદમાં.
એમનો શિષ્યપરિવાર મોટો થયો તેથી તેઓ દાદા તરીકે ખ્યાતિ પામ્યા.
૧૧૦
એમની બે પાટપરંપરા ચાલી છે – વિજયસિદ્ધિસૂરિની અને બુદ્ધિવિજયની. બીજી પરંપરામાં નામાંકિત સાધુવરો થયા છે.
૭૨. બુદ્ધિવિજય / બુટેરાયજી : પંજાબમાં લુધિયાણા પાસે દુલુબા ગામ, ગિલ ગોત્રના ટેકસિંહ પિતા, કર્મો માતા, જન્મ સં.૧૮૬૩, જન્મનામ ટલસિંહ પછી દલસિંહ ને પછી બુટાસિંહ થયું. સ્થાનકવાસી સંપ્રદાયના નાગરમલજી પાસે દીક્ષા સં.૧૮૮૮માં દિલ્હીમાં, નામ બુટેરાયજી. તત્ત્વજિજ્ઞાસાથી એમણે તેરાપંથી સાધુઓનો સંપર્ક કરેલો. મુહપત્તી છોડી દેતાં એમનો સ્થાનકવાસી સંપ્રદાયમાં ઘણો વિરોધ થયેલો. સં.૧૯૨૧માં એમણે મણિવિજય દાદા પાસે સંવેગી દીક્ષા લીધી, નામ બુદ્ધિવિજય. શાસ્ત્રજ્ઞ બુટેરાયજી સંપ્રદાયમાં ઘણા પ્રભાવક બની રહ્યા. સ્વ. સં.૧૯૩૮ ફાગણ વદ અમાસ અમદાવાદમાં.
મૂલચંદજી, વૃદ્ધિચંદજી અને આત્મારામજીની પરંપરા
૭૩. મુક્તિવિજયગણિ / મૂલચંદજી : પંજાબમાં સિયાલકોટમાં ભાવડા જૈન જ્ઞાતિ, ઉપકેશવંશ, બરડ ગોત્ર, પિતા સુખા શાહ, માતા બકોરાબાઈ (મહતાબદેવી), જન્મ સં.૧૮૮૬, જન્મનામ મૂળચંદ. દીક્ષા સં.૧૯૦૨ સ્થાનકવાસી સંપ્રદાયમાં બુટેરાયજી પાસે. બુટેરાયજી સાથે એમણે મુહપત્તીનો ત્યાગ કર્યો હતો અને પછી સં.૧૯૧૨માં અમદાવાદમાં વિજય દાદા પાસે સંવેગી દીક્ષા લીધી હતી, નામ મુક્તિવિજય. સં.૧૯૨૩માં ગણિપદ. અનુશાસનના આગ્રહી મૂળચંદજીએ અનેક સાધુઓને દીક્ષિત કરી સંપ્રદાયનો વિસ્તાર કર્યો હતો. સ્વ. સં.૧૯૪૫ માગશર વદ ૬ ભાવનગરમાં.
એમના ત્રણ શિષ્ય નોંધપાત્ર બની રહી છે.
૭૪. વિજયકમલસૂરિ : પાલીતાણાવાસી કોરડિયા કુટુંબ, પિતા દેલચંદ નેમચંદ, માતા મેઘબાઈ, જન્મ સં.૧૯૧૩ ચૈત્ર સુદ ૨ સોમવાર, જન્મનામ કલ્યાણચંદ. સં.૧૯૩૬ વૈશાખ વદ ૮ અમદાવાદ પાસે ગામઢામાં વૃદ્ધિચંદ્રજી પાસે દીક્ષા લઈ મૂળચંદજીના શિષ્ય બન્યા. પંન્યાસપદ સં.૧૯૪૭ જેઠ સુદ ૧૩, આચાર્યપદ સં.૧૯૭૩ મહા સુદ ૬ રિવવાર અમદાવાદમાં. સ્વ. સં૧૯૭૪ આસો સુદ ૧૦ સુરતમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org