________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૧૧
૭૫. વિજયકેસરસૂરિ : બોટાદ પાસે પાળિયાદના વતની વીસા શ્રીમાળી માધવજી નાગજી પિતા, પાનબાઈ માતા, જન્મ પાલીતાણામાં સં.૧૯૩૩ પોષ સુદ ૧૫, જન્મનામ કેશવજી. દીક્ષા સં.૧૯૫૦ માગશર સુદ ૧૦ વડોદરામાં વિજયકમલસૂરિ પાસે. ગણિપદ સં. ૧૯૬૩માં સુરતમાં. આચાર્યપદ સં. ૧૯૮૩ કારતક વદ ૬. સ્વ. સં.૧૯૮૬ શ્રાવણ વદ ૫ અમદાવાદમાં. તેઓ યોગવિદ્યાના અભ્યાસી હતા અને તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે.
એમના ગુરુબંધુ વિનયવિજયના શિષ્ય પાલીતાણા ગુરુકુળના સ્થાપક ચારિત્રવિજય થયા અને તેમના બે શિષ્યો દર્શનવિજય તથા જ્ઞાનવિજય તેમજ દર્શનવિજયશિ. ન્યાયવિજય ત્રિપુટી મહારાજ કહેવાતા અને તેમણે ઘણાં વિદ્યાકાર્યો કર્યા છે.
બીજા એક ગુરુબંધુ વિજયમોહનસૂરિશિ. વિજયપ્રતાપસૂરિશિ. યુગદિવાકર વિજયધર્મસૂરિ એક અત્યંત પ્રભાવક આચાર્ય થયા. એમના શિષ્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સાહિત્યકલારત્ન વિજયયશોદેવસૂરિએ ઉપાધ્યાય યશોવિજયજીના જીવનકાર્યને એમના ગ્રંથોને પ્રકાશમાં આણવાનું એક મહત્ત્વનું કાર્ય કર્યું છે.
૭૩. વૃદ્ધિવિજય / વૃદ્ધિચંદ્રજી ઃ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લાના રામનગરના ભાવડાવંશીય ગદહિયાગોત્રીય વીસા ઓસવાસ લાલા ધર્મયશજી પિતા, કણાદેવી માતા, જન્મ સં.૧૮૯૦ પોષ સુદ ૧૧, જન્મનામ કૃપારામ. દીક્ષા સ્થાનકવાસી સંપ્રદાયમાં બુટેરાયજી પાસે સં.૧૯૦૮ અસાડ સુદ ૧૩ દિલ્હીમાં, દીક્ષાનામ વૃદ્ધિચંદ્રજી. બુટેરાયજીની સાથે મણિવિજય દાદા પાસે સંવેગી દીક્ષા સં.૧૯૧૨, નામ વૃદ્ધિવિજય. સ્વ.સં.૧૯૪૯ વૈશાખ સુદ ૭ ભાવનગરમાં. આ શાન્તમૂર્તિ વિદ્યાભ્યાસી સાધુવરે જ્ઞાનપ્રસારની ઘણી પ્રવૃત્તિઓ કરી હતી.
વૃદ્ધિચંદ્રજીના બે શિષ્યો અત્યંત પ્રભાવક થયા - વિજયધર્મસૂરિ અને વિજયનેમિસૂરિ.
૭૪. વિજયધર્મસૂરિ : મહુવાના વીસા શ્રીમાળી પિતા રામચંદ્ર, માતા કમળાબહેન, જન્મ સં.૧૯૨૪, જન્મનામ મૂળચંદ, દીક્ષા સં.૧૯૪૩ જેઠ વદ ૫ ભાવનગરમાં વૃદ્ધિચંદ્રજી પાસે, દીક્ષાનામ ધર્મવિજય. નવ વર્ષ કાશીમાં રહી બંગાળ, બિહારમાં અનેક સ્થાને વિચર્યા, ઉદાર ધર્મભાવભય વ્યાખ્યાનોથી જૈનેતરોને પણ આકર્ષા, પાંજરાપોળો સ્થાપી, જૈન પાઠશાળા સ્થાપી અનેક વિદ્વાનો તૈયાર કર્યા, ગ્રંથો પ્રકાશિત કરી યુરોપીય વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું અને જૈન સંપ્રદાયને વિશાળ સંદર્ભમાં મૂકી આપ્યો. એમના કાર્યથી પ્રભાવિત થઈ કાશી, નાદિયા, કલકત્તા, મિથિલા વગેરે પ્રદેશોના વિદ્વાનોએ કાશીનરેશને હસ્તે એમને “શાસ્ત્રવિશારદ જૈનાચાર્યની પદવી સં.૧૯૬૪માં આપી. સ્વ. સં.૧૯૭૮ ભાદરવા સુદ ૧૪, ગ્વાલિયર પાસે શિવપુરીમાં.
એમના શિષ્ય વિદ્યાવિજયે પણ પ્રાચીન સાહિત્યના સંશોધનનું કામ કર્યું છે. | વિજયનેમિસૂરિ પોતાની શાસનસેવાથી શાસનસમ્રાટની પદવી પામ્યા હતા. એમનો વંશવેલો ઘણો વિસ્તરેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org