SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૯ ૪૭ વર્ષની વયે પાદરામાં. એમણે કપૂરવિજયગણિ રાસ' (સં.૧૭૭૯), “ક્ષમાવિજયનિર્વાણ રાસ', “વીસી' (સં.૧૭૮૯), “મૌન એકાદશી સ્ત.” (સં.૧૭૯૫) વગેરે ઘણી ગુજરાતી કૃતિઓ રચી છે (જુઓ ભા.૧, પૃ.૩૦૪-૦૯) ૬૬. ઉત્તમવિજયગણિ : જન્મ સં. ૧૭૬૦ અમદાવાદમાં, પિતા લાલચંદ, માતા માણેક, જન્મનામ પૂજા શા. સં. ૧૭૭૮માં ખરતરગચ્છના દેવચંદ્રગણિ પાસે ધાર્મિક તત્ત્વગ્રંથોનો અભ્યાસ કર્યો. સં.૧૭૮૬ વૈશાખ સુદ ૬ના રોજ જિનવિજય પાસે દીક્ષા અમદાવાદમાં. સ્વ. સં. ૧૮૨૭ મહા સુદ ૮ અમદાવાદમાં. એમણે “સંયમશ્રેણી:ગર્ભિત મહાવીર સ્તવ' (સં. ૧૭૯૯), જિનવિજય નિર્વાણ રાસ (સં.૧૭૮૯), અષ્ટપ્રકારી પૂજા' (સં.૧૮૧૩/૧૯), શ્રાદ્ધવિધિવૃત્તિ બાલા.” (સં.૧૮૨૪) વગેરે અનેક ગુજરાતી કૃતિઓ રચી છે (જુઓ ભા.૬, પૃ.૨-૭ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧). ૬૭. પદ્મવિજયગણિ : જન્મ સં. ૧૭૯૨ ભાદરવા સુદ ૨ અમદાવાદમાં, શ્રીમાળી વણિક ગણેશ પિતા, ઝમકુ માતા, જન્મનામ પાનાચંદ. દીક્ષા સં.૧૮૦૫ મહા સુદ ૫ અમદાવાદમાં, ઉત્તમવિજય પાસે, પંડિતપદ સં.૧૮૧૦ રાધનપુરમાં. તેમણે શત્રુંજયની ૧૩ ને ગુજરાતનાં બીજાં તીર્થો તેમજ સમેતશિખરજીની પણ યાત્રા કરેલી. દક્ષિણમાં બુરહાનપુર સુધી વિહાર કરેલો. સ્વ. સં. ૧૮૬૨ ચૈત્ર સુદ ૫ બુધવારે પાટણમાં. એમણે સં.૧૮૧૧થી ૧૮૫૮ સુધીનાં રચનાવર્ષો ધરાવતી, નેમનાથ રાસ', સમરાદિત્ય કેવલી રાસ,’ ‘ઉત્તમવિજય નિર્વાણ રાસ', અષ્ટપ્રકારી પૂજા', સ્તવન સઝાયાદિ, બાલાવબોધો વગેરે વિવિધ પ્રકારની અનેક ગુજરાતી કૃતિઓ રચી છે. (જુઓ ભા.૬, પૃ. ૪૭–૭૨ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧). ૬૮. રૂપવિજયગણિ : સં. ૧૮૬૧થી ૧૯૦૦ સુધીનાં રચનાવર્ષો ધરાવતી એમની, ‘ગુણસેનકેવલી રાસ', વિમલરાસ, ‘પદ્રવિજય નિર્વાણ રાસ', પૂજાઓ, સ્તવનસઝાયાદિ, બાલાવબોધો વગેરે વિવિધ પ્રકારની અનેક કૃતિઓ મળે છે (જુઓ ભા.૩, પૃ.૨૬૧-૭૦ તથા ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧). સં.૧૯૧૦માં તેઓ સ્વર્ગવાસ પામ્યા હોવાનું નોંધાયું છે. એમના શિષ્ય અમીવિજયની પરંપરામાં વિજયનીતિસૂરિ એક પ્રભાવક આચાર્ય થયા. ૬૯. કીર્તિવિજયગણિઃ જન્મ પાલનપુર, વિસા ઓસવાલ જ્ઞાતિ, જન્મનામ કપૂરચંદ. ૪૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી અને સં.૧૮૮૦માં અમદાવાદમાં ૧૧ મુનિવરો સાથે ચોમાસું રહ્યા હતા એટલી માહિતી મળે છે. ૭૦. કસ્તૂરવિજયગણિઃ સં.૧૮૩૦માં દીક્ષા અને કાળધર્મ વડોદરામાં એટલી જ એમને વિશે માહિતી મળે છે. તપસ્વી ને પ્રભાવક પુરુષ હતા, તેથી વડોદરાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy