SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન ગૂર્જર કવિઓ: ૯ એમનું ત્રીજું નામ વિનયસ હોવાનું અને એમણે ઘણા ગ્રંથો રચ્યા હોવાની માહિતી પણ મળે છે. (જેન પરંપરાનો ઈતિહાસ, ભા.૩, પૃ.૫૭પ). ૫૯. ઇન્દ્રનંદિ. ૬૦. સંયમસાગર. ૬૧. હંસવિમલ. તપાગચ્છ વિજય સંવિગ્ન શાખા પટ્ટાવલી - ૬૧. વિજયસિંહસૂરિ : જુઓ મુખ્ય પટ્ટાવલી ક્ર. ૬૦ના પેટામાં. ૬૨. સત્યવિજયગણિ : જન્મ લાડનૂ, દુગડ ગોત્રના ઓશવાલ શા. વીરચંદ પિતા, વિરમદેવી માતા, નામ શિવરાજ. દીક્ષા ૧૪ વર્ષની વયે વિજયદેવસૂરિને હસ્તે. વિજયસિંહસૂરિના શિષ્ય સ્થાપિત થયા. વિજયદેવસૂરિના પટ્ટાધિકારી વિજયસંહસૂરિનો સં.૧૭૦૯માં સ્વર્ગવાસ થતાં સત્યવિજયગણિને એ પદે સ્થાપવાનું વિચારવામાં આવ્યું પરંતુ એ કિયોદ્ધાર કરી શુદ્ધ સંવેગી માર્ગને અનુસરવા તત્પર ને આત્મરંગી હતા તેથી તેમણે એ પદ સ્વીકારવાની સાફ ના પાડી અને એ પદ વિજયપ્રભસૂરિને આપવામાં આવ્યું. તેઓએ એકાકીપણે છgછઠ્ઠના તપપૂર્વક આખા મેવાડમાં અને મારવાડમાં ફરી લોકોમાં ધર્મશ્રદ્ધા પ્રબળ બનાવવાનું કામ કર્યું હતું. શિથિલાચારને દૂર કરવા એમણે જે ક્રિયોદ્ધાર કર્યો એમાં ઉપાધ્યાય યશોવિજયજીની સહાય હતી. સત્યવિજય આનંદઘન સાથે રહ્યા હતા એવી પણ એક કથા છે. સ્વ. સં.૧૭પ૬ પોષ સુદ,વદ ૧૨ શનિવારે પાટણમાં અનશનપૂર્વક. ખરતરગચ્છના જિનહર્ષે એમના નિર્વાણનો રાસ રચ્યો છે. વિજયસિંહસૂરિએ તો પોતાની ગાદીના વારસ સત્યવિજયગણિને જ ગણ્યા હતા અને પોતાના મુનિસમુદાયને એમની આજ્ઞામાં મૂક્યો હતો. આ રીતે ગચ્છનાયકનું શાસન સ્વીકારવા છતાં સત્યવિજયગણિની પાટપરંપરા પોતાની રીતે ચાલુ રહી. વિજયપ્રભસૂરિએ શરૂ કરેલી યતિપરંપરાથી પોતાના સંવેગી સાધુઓ જુદા તરી આવે તે માટે સત્યવિજયજીએ પીળાં વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું હતું. પીળાં વસ્ત્રની પરંપરા ત્યારથી શરૂ થઈ એમ મનાય છે. ૬૩. કપૂરવિજયગણિ : જન્મ સં.૧૭૮૪ પાટણ પાસે વાગરોડમાં પોરવાડ શા. ભીમજી પિતા, વીરા માતા, જન્મનામ કાનજી. દીક્ષા સત્યવિજયગણિ પાસે પાટણમાં સં.૧૭૨૦ માગશર સુદ. સ્વ. સં.૧૭૭૫ શ્રાવણ વદ ૧૪ સોમવારે પાટણમાં. ૬૪. ક્ષમાવિજયગણિ : જન્મ આબુ પાસે પોતંદ્રામાં, ઓસવાલવંશી ચામુંડા ગોત્રના શાહ કલા પિતા, વનાં માતા, જન્મનામ ખેમચંદ, દીક્ષા સં. ૧૭૪૪ જેઠ સુદ ૧૩, ૨૨ વર્ષની ઉંમરે અમદાવાદમાં, કપૂરવિજય શિ. વૃદ્ધિવિજય પાસે, સ્વ. .૧૭૮૬ આસો સુદ ૧૧ અમદાવાદમાં. એમણે પાર્શ્વનાથસ્તવન'ની રચના કરી છે. ૬૫ જિનવિજ્યગણિ : જન્મ સં.૧૭પર અમદાવાદમાં, શ્રીમાલી શા. ધર્મદાસ પિતા, લાડકુંવર માતા, જન્મનામ ખુશાલ. દીક્ષા સં.૧૭૭૦ કારતક વદ ૬ બુધવારે અમદાવાદમાં ક્ષમાવિજય પાસે. સ્વ. સં.૧૭૯૯ના શ્રાવણ સુદ ૧૦ મંગળવારના રોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy