SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૯ સં.૧૫૬૬ની અચલગઢની ચૌમુખ જિનની પ્રતિષ્ઠામાં હાજર હતા. તપાગચ્છ કુતુબપુરા શાખા / નિગમમત પટ્ટાવલી ૫૪. સોમદેવઃ જુઓ ઉપર કમલકલશ શાખા પટ્ટાવલીમાં. ૫૫. સોમજય : તેમનું નામ સોમજશ પણ મળે છે. તેમને લક્ષ્મીસાગરસૂરિએ લાડોલમાં આચાર્યપદ આપ્યું હતું. તેઓ મોટા તાર્કિક હતા. સં.૧૫રપમાં આબુના ભીમવિહારમાં એમણે ઋષભદેવની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૫૩૮માં લક્ષ્મીસાગરસૂરિ અને એમના ઉપદેશથી અમદાવાદમાં દેવા શ્રીમાલીએ ગ્રંથભંડાર સ્થાપ્યો હતો. સં. ૧૫૪૮માં એમણે માળવાના કુંદનપુર(અમકાઝમકા)માં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ૫૬. જિનસોમ ? તેઓ સોમજયસૂરિના મુખ્ય શિષ્ય હતા. લક્ષ્મીસાગરસૂરિએ એમને પાટણમાં ઉપાધ્યાયપદ આપ્યું હતું. આચાર્યપદ સં. ૧૫૧૫માં આબુમાં. પ૬. ઇન્દ્રનંદિ : એ સોમજયના શિષ્ય હતા. એમને આચાર્યપદ સં. ૧૫૨૮માં અમદાવાદમાં લક્ષ્મીસાગરસૂરિએ આપ્યું હતું. એમણે સં.૧૫૫૮માં પાટણ પાસેના કતપર(કતુબપુરા)માં પોતાના શિષ્યને આચાર્યપદ આપી, ગાદીપતિ સ્થાપી નવો કુતુબપુરાગચ્છ ચલાવ્યો. આમાંથી જ પછીથી નિગમમત નીકળ્યો. પ્રતિમાલેખ સં. ૧૫પર-૬૯, ના.૧; ૧૫૫૬-૫૮-૬૧-૬૩, બુ.૨; ૧૫૬૩, બુ.૧. પ૭. ધર્મહંસ : સં.૧૫પપમાં અમદાવાદમાં આચાર્યપદ. સં. ૧૫૫૮માં ઈન્દ્રનંદિએ એમને ગાદી પર સ્થાપી કુતુબપુરાગચ્છ સ્થાપ્યો. ૫૮. ઈન્દ્રાંસ : સં. ૧૫૫૫માં અમદાવાદમાં ઉપાધ્યાયપદ. તેમના ઉપદેશથી સં.૧૫૪૮માં ‘શાંતિનાયચરિત્ર'ની પ્રત લખાઈ હતી. એમણે સં.૧૫૫૪માં “ભુવનભાનુચરિત્ર (ગદ્ય), સં.૧પપપમાં ‘ઉપદેશકલ્પવલ્લી અને સં. ૧૫૫૭માં બલિનરેન્દ્રકથા' એ ગ્રંથો રચ્યા છે. નિગમમતને એમણે વ્યવસ્થિત રૂપ આપ્યું એમ મનાય છે. (બીજી પરંપરા) પ૭. સૌભાગ્યનંદિ : તે ધર્મહંસના બીજા શિષ્ય હતા અને ઈન્દ્રનંદિની પાટે આવ્યા હતા. તેમણે સં.૧૫૭૬માં “મૌનએકાદશીકથા' અને સં.૧૫૭૮માં ‘વિમલનાથચરિત્ર' એ ગ્રંથો રચ્યા છે. તેમના પ્રતિમાલેખો સં.૧૫૭૧, જિ.૨; ૧૫૯૧, ના.૧; ૧૫૭૬-૮૯-૯૦-૯૭, બુ.૧. તેમની સાથે આચાર્ય પ્રમોદસુંદરસૂરિનું રાજ્ય પણ સં.૧૫૭૩માં ઉલ્લેખાયેલું મળે છે. પ્રતિમાલેખ સં.૧૫૭૧, ના.૧. ૫૮. હંસસંયમ : એમના રાજ્યમાં સં.૧૬૦૪માં લખાયેલી પ્રત મળે છે. એમનું બીજું નામ હર્ષવિનય હોવાનું અને એમણે નિગમમતને બળ આપ્યાનું પણ નોંધાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy