SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જૈન ગૂર્જર કવિઓ : ૯ ભટ્ટારકપદ સં.૧૭૪૪ વીકાનેરમાં, સ્વ. સં. ૧૭૫૦ આસો વદ ૧૦ વીરમગામમાં. | (સં.૧૭૨૮માં આ આચાર્યના શિષ્ય પં.ગોવિંદજી તાતુ શિષ્ય ત્રીકમજીએ અંતગડ સૂત્રની પ્રત લખી, રો.એ.સો. મુંબઈ પાસેની.) ૬૨. નેમિચન્દ્રઃ રત્નપુર(સુરપુર)ના નાહાડગોત્રીય ઓશવાલ શાહ ભારમલ પિતા, ભક્તાદ માતા, જન્મ સં. ૧૭૩૧ ચૈત્ર વદિ પ. દીક્ષા સં.૧૭૪૦ વૈશાખ શુદિ ૩ વીકાનેરમાં, આચાર્યપદ સં. ૧૭૫૦ ભાદરવા સુદિ ૧૫ વરમગામમાં, ભટ્ટારકપદ સં.૧૭પ૦ આસો વદી ૧૧, સ્વર્ગવાસ સં. ૧૭૯૭ વૈશાખ વદિ ૫ વીકાનેરમાં. ૬૩. કનકચન્દ્ર ઃ વીકાનેર (દહીરવાસ)ના મુણોતગોત્રીય શા માઈદાસ પિતા, મહિમાદે માતા, જન્મ સં. ૧૭૪૬ શ્રાવણ સુદિ ૩. દીક્ષા સં.૧૭૫૭ મહા સુદિ પ, આચાર્યપદ સં.૧૭૮૬ મહા શુદિ ૧૩ વીકાનેરમાં, ભટ્ટારકપદ સં.૧૭૯૭ આષાઢ સુદ ૨ વીકાનેરમાં, સ્વર્ગવાસ સં.૧૮૧૦ મહા વદ ૯ વીકાનેરમાં. તેમણે ‘સ્તવનચોવીસી' રચેલ છે.]. ૬૪. શિવચન્દ્ર : માંડલના શ્રીમાલી ગાંધી શા દીપચંદ પિતા, ધનબાઈ માતા, જન્મ સં. ૧૭પ૬ કારતક સુદ ૬. દીક્ષા સં.૧૭૭૪ અસાડ સુદ ૨, આચાર્યપદ સં.૧૮૧૦ મહા વદ ૬ વિકાનેર, ત્યાં જ ભટ્ટારકપદ સં.૧૮૧૧ મહા સુદ ૫, સ્વર્ગવાસ સં.૧૮૨૩ પ્રથમ ચૈત્ર સુદ ૯ વડુ ગામે. ૬૫. ભાનુચન્દ્રઃ કરમાવાસના ઓસવાલ ભણશાલી શા પ્રેમરાજ પિતા, પ્રમાદે માતા, જન્મ સં.૧૮૦૩. દીક્ષા સં.૧૮૧૫ વૈશાખ સુદ ૭ વીકાનેર, આચાર્યપદ સં.૧૮૨૩ પ્રથમ ચૈત્ર સુદ ૯ વડુ ગામમાં, ભટ્ટારકપદ તે જ વર્ષમાં બીજા ચૈત્ર સુદ ૫ સોમ, સ્વર્ગવાસ સં.૧૮૩૭ કાર્તિક વદ ૯ વિરમગામમાં. [ભટ્ટારકાદ વડુ ગામમાં જ.] ૬૬. વિવેકચન્દ્રઃ જાલોરના ઓસવાલ સંઘવી શા મૂળચંદ પિતા, મહિમાદે માતા, જન્મ સં.૧૮૦૯. દીક્ષા સં.૧૮૨૦ નાગોરમાં, આચાર્યપદ સં.૧૮૩૭ આસો સુદ ૨ વીરમગામ, ભટ્ટારકપદ સં.૧૮૩૭ મહા સુદિ ૫ વીરમગામ, સ્વર્ગવાસ સં.૧૮૫૪ શ્રાવણ વદિ ૧૩ ઉજેણીમાં. [પિતા સં.૧૮૩૩માં વીકાનેર આવી ગયેલા.] ૬૭. લબ્ધિચન્દ્ર ઃ વીકાનેરના ઓસવાલ છાજેડ ગોત્રના પિતા શા. ગિરધર, માતા ગોરમદે, જન્મ સં.૧૮૩૫ શ્રાવણ વદ. દીક્ષા સં.૧૮૪૯ વૈશાખ સુદ ૩ ખંભાત, આચાર્યપદ સં.૧૮૫૪ શ્રાવણ વદ ૯ ઉજેણમાં, ભટ્ટારકપદ સં.૧૮૫૪ માગસર વદ ૫ ઉજ્જણમાં, સ્વર્ગવાસ સં.૧૮૮૩ કાર્તિક વદ ૧૦ વીકાનેર. તેમણે “સિદ્ધાન્તરત્નિકાવ્યાકરણ” “જ્યોતિષજાતકગ્રંથ' વગેરે રચ્યા. એમના ઉપદેશથી ઉદેપુરવાસી પટવા જોરાવરમલજીએ ૨૫ લાખ ખર્ચી શત્રુંજયનો સંઘ કાઢ્યો. ૬૮. હર્ષચન્દ્રઃ બંગાલના સાધાસર (સાધારણ) ગામના ઓસવાલ સંઘવીગોત્રીય શગતા શાહ પિતા, વખતાદે માતા. દીક્ષા સં.૧૮૮૧ મહા સુદ ૧૩, આચાર્યપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy