SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છની પટ્ટાવલી ૧૦૫ સં.૧૮૮૩ કારતક વદિ ૭ વીકાનેરમાં, તે જ વર્ષમાં ભટ્ટારકાદ મહા સુદ ૫, સ્વર્ગવાસ સં.૧૯૧૩ ફાગણ વદ ૧૩ શંખેશ્વરમાં. સં.૧૯૦૮નો પ્રતિષ્ઠાલેખ, ગે.રે. તેમના ઉપદેશથી મુર્શિદાબાદવાળા પ્રતાપસિંહ બાબુએ સં.૧૯૦૪માં કેશરિયાજીનો સંઘ કાઢ્યો. આના શિષ્ય કુશલચન્દ્રગણિ (કચ્છ કોડાય વિશા ઓસવાળ જેતસિંહના ભીમબાઈથી પુત્ર, જન્મ સં.૧૮૮૭, દીક્ષા સં.૧૯૦૭ માગશર સુદ ૨, સ્વ.૧૯૭૦ ભાદરવા સુદ ૧૦ કચ્છ કોડાયમાં) થયા. ૬૯, હેમચન્દ્રઃ કચ્છ કોડાયના ઓસવાળ જ્ઞાતિ શાહ ડુંગરશી પિતા. દીક્ષા સં.૧૯૧૪ વૈશાખ સુદ ૩, આચાર્યપદ સં.૧૯૧૫ વીકાનેરમાં, સ્વર્ગવાસ સં.૧૯૬૭ ચૈત્ર ૭ વીકાનેરમાં. ૭૦. ભ્રાતૃચન્દ્રઃ જન્મ વાંકડિયા વડગામ (મરુધર દેશમાં), ઔદિચ્ય બ્રાહ્મણ દાનમલજી પિતા, વિજયા માતા, જન્મ સં.૧૯૨૦. દીક્ષા સં.૧૯૩પ ફાગણ સુદ ૨ વિરમગામમાં, આચાર્યપદ સં. ૧૯૬૭ વૈશાખ સુદ ૧૩ શિવગંજમાં. સ્વર્ગવાસ સં.૧૯૭૨ના વૈશાખ વદ ૮ બુધ રાજનગર – અમદાવાદમાં. જન્મમિતિ પોષ વદ ૧૦. સં.૧૯૩૭માં કુશલચન્દ્રગણિની નિશ્રામાં કિયોદ્ધાર કર્યો. તેઓ મહાપ્રતાપી, સિદ્ધાન્તપારગામી, સંવેગરંગરંજિત આત્મા હતા. તેમણે જામનગર, ધ્રાંગધ્રા, પાટડી, લીંબડી, ભૂજ, જેસલમેર વગેરે અનેક રાજ્યોના રાજવીઓને જૈનધર્મથી પ્રભાવિત કર્યા હતા. એમના ઉપદેશથી અનેક જીર્ણોદ્ધારો થયા, પાંજરાપોળો, પાઠશાળાઓ, પોષધશાળાઓ વગેરેની સ્થાપના થઈ.] ૭૧. દેવચન્દ્રઃ હાલ વિદ્યમાન છે. એમણે સં.૧૯૮૨માં મુંબઈમાં ભરાયેલી યતિપરિષદમાં પ્રમુખસ્થાન લીધું હતું. _દિવચન્દ્ર વસ્તુતઃ હેમચન્દ્રસૂરિની પાટે યતિશાખાના આચાર્ય હતા. ભ્રાતૃચન્દ્રસૂરિની પાટે સાગરચન્દ્ર આવેલા. ૭૧. સાગરચન્દ્ર ઃ કચ્છમાં નાના ભાડિયામાં જન્મ સં.૧૯૪૩, પિતા ધારશીભાઈ વીરજી, માતા રતનબાઈ. જ્ઞાતિ વીસા ઓસવાળ. દીક્ષા સં.૧૯૫૮ મહા સુદ ૧૩, ખંભાતમાં. આચાર્યપદ સં. ૧૯૯૩ જેઠ સુદ ૪ શનિવાર, અમદાવાદમાં. સ્વ. સં. ૧૯૯૫ ભાદરવા વદ ૪ ધ્રાંગધ્રા. તેમને શ્રમણ સંઘની એકતા અને જૈન ધર્મની ઉન્નતિ માટે ઘણી ધગશ હતી. સં.૧૯૯૦માં અમદાવાદમાં અખિલ ભારતીય મુનિ સંમેલન મળ્યું હતું તેમાં તેઓ આવ્યા હતા અને નિર્ણય આપનારી પ્રવર મુનિસમિતિમાં તે નિમાયા હતા. તેમણે ભ્રાતૃચન્દ્રસૂરિ ગ્રંથમાળા શરૂ કરી અને અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા. જુઓ શ્રી પાર્શ્વચન્દ્રગચ્છ ટૂંક રૂપરેખા, પૃ.૧૫૪. ૭૨. મુનિ વૃદ્ધિચન્દ્ર પૂર્તિ પ્રિથમવૃત્તિમાં લઘુ પૌશાલિક શાખામાં પપ. હેમવિમલના અનુષંગે પાદટીપમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy