________________
તપાગચ્છની પટ્ટાવલી
૧૦૩
ન રાખ્યો એટલે આગરામાં તે પુસ્તક ભંડાર ખોલવામાં આવ્યો.
(“પ્રમાણસુંદર' આ પદ્મસુંદરે સં.૧૭૩૨માં (કરાગ્નિજલ ધીંદુ વર્ષે) રો (નં.૭૨ પ્ર.કા.વડો.) તો ઉપરોક્ત અકબરની વાત આદિ કેમ ઘટે ? એ પ્રશ્ન થાય છે.)
સિમરચન્દ્રનું જન્મનામ અમરસિંહ. “નિગ્રંથચૂડામણિ' એવું બિરુદ પામ્યા હતા. એમણે “સાધુરસસમુચ્ચય' આદિ ગ્રંથો રચ્યા છે. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ૧, પૃ.૩૪૪– ૪૯.
સોમરત્ન-રાજરત્ન-ચન્દ્રકીર્તિ-માનકીર્તિ તથા હર્ષકીર્તિ વિશે જુઓ ૪.૫૧ના પેટામાં.]
પ૭. રાજચન્દ્ર : જંબુ ગામે શ્રીમાલી દોશી ભાવડ (જાવડ) પિતા, કમલાદે માતા, જન્મ સં. ૧૬૦૬ ભાદરવા વદિ ૧. દીક્ષા સં.૧૬૨૫ (૧૬૨૬), આચાર્યપદ સં.૧૬૨૬ વૈશાખ સુદિ ૯ ખંભાતમાં, સ્વર્ગવાસ સં.૧૬૬૯ જેઠ સુદ ૬ ખંભાતમાં. આ આચાર્યે સંથારો શાસ્ત્રોક્ત રીતે કર્યો હતો.
તેમની સં.૧૬૫૦માં લખેલી પ્રત વઢવાણના વિજયકેસરસૂરિના ભંડારમાં છે.
૫૮. વિમલચન્દ્રઃ રાજનગરના શ્રીમાલી સંઘવી રાજપાલ પિતા, સુખમાદે માતા. દીક્ષા સં.૧૬૫૬ વૈશાખ સુદ ૬, આચાર્યપદ સં.૧૬૬૯ વૈશાખ સુદિ ખંભાતમાં, સ્વ. સં.૧૬૭૪ આસો સુદ ૧૩ રાજનગરે.
તેમના ગુરભાઈ રત્નચન્દ્રના શિષ્ય વચ્છરાજે “શાંતિનાથચરિત્ર' સંસ્કૃતમાં, સમ્યક્ત્વકૌમુદી રાસ' આદિ રચેલ છે. આ સમયમાં ઉગ્રતાધારી પુંજા ઋષિ થયા.
પિંજા ઋષિએ સં.૧૬૭) અસાડ સુદ ૯ના રોજ અમદાવાદમાં વિમલચન્દ્રસૂરિને હાથે દીક્ષા લીધી. જયચન્દ્રસૂરિના સાન્નિધ્યમાં રહી તેમણે તપ કરેલ છે. ૧૨૩૨૨ ઉપવાસ તેમણે કરેલ છે.]
૫૯. જયચન્દ્રઃ વીકાનેરના રાકાગોત્રીય ઓશવાલ જેતા શાહ પિતા, જેતલદે માતા. દીક્ષા વાંકાનેરમાં સં.૧૬૬૧ મહા સુદિ ૫, આચાર્યપદ સં.૧૬૭૪ આસો સુદ ૧૩ ખંભાતમાં (વા રાજનગરમાં). સ્વર્ગવાસ સં.૧૬૯૯ અષાડ સુદિ ૧૫.
માનકીર્તિસૂરિશિષ્ય અમરકીર્તિસૂરિએ “સંબોધસિત્તરી’ પર ટીકા રચી. અને સં.૧૬૭૭માં સૌંદર્યલહરી (સટીક)ની પ્રત લખી.
(અમરકીર્તિ માટે જુઓ ક્ર.પ૧ના પેટામાં.] - ૬૦. પાચન્દ્રઃ રાજનગરના શ્રીમાલી સંઘવી શિવજી પિતા, સુરિમાદે (સુરમદે) માતા, જન્મ સં.૧૬૮૨ ચૈત્ર સુદ ૧૫, દીક્ષા સં.૧૬૯૮ ફાગણ સુદ ૩, આચાર્યપદ સં.૧૬૯૯ આસાડ સુદિ ૧૫ વૈશાખ સુદિ ૩) રાજનગરમાં. સ્વર્ગવાસ સં. ૧૭૪૪ આસો વદિ ૧૦ વીરમગામ.
૬૧. મુનિચન્દ્રઃ જોધપુરના સોનીગોત્રે ઓશવાલ શાહ ધનરાજ પિતા, ધારલદે માતા, જન્મ સં. ૧૬૯૩ જેઠ સુદ ૭. દીક્ષા સં.૧૭૦૭ માગસર સુદ પ આગ્રામાં, આચાર્યપદ સં. ૧૭૨૨ અસાડ સુદ ૧૦ ખંભાતમાં ('ગચ્છપ્રબંધ'માં સં.૧૭૩૭),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org