SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ : ૯ પોરવાડ. દીક્ષામિતિ વૈશાખ સુદ ૩. જૈનાગમ ઉપરાંત કાવ્ય, કોશ, ન્યાય, જ્યોતિષ આદિનો અભ્યાસ. ઉપાધ્યાયપદ નાગોરમાં, આચાર્યપદ જોધપુરમાં અને યુગપ્રધાનપદ શંખલપુરમાં. તેમણે મારવાડ દેશના રાજા માલદેવને પોતાનો ભક્ત બનાવ્યો હતો. એમની કૃતિઓ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, પૃ.૨૮૮-૩૦૫. ૧૦૨ વિજયદેવસૂરિ રૂણવાસી ઓશવાળ વાહડદેવ કે ચાહડદેવ અને ચાંપલદેવીના પુત્ર. જન્મનામ વરદરાજ. એ સંભવતઃ પુણ્યરત્નના શિષ્ય. એમણે પાર્શ્વચન્દ્રને સૂરિપદ આપ્યાની માહિતી પણ મળે છે. બ્રહ્મઋષિ સાથે સ્નેહ થવાથી એમને લઈ દક્ષિણમાં તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયા અને વિજયનગરમાં દિગંબરોને જીતી વિજયદેવસૂરિ બન્યા. સ્વર્ગવાસ ખંભાતમાં. એ પહેલાં બ્રહ્મ ઋષિને સૂરિમંત્ર આપી વિનયદેવસૂરિ નામ રાખ્યું. પોતે ગુજરાતીમાં ‘શીલપ્રકાશ રાસ’ રચેલ છે. બ્રહ્મ ઋષિ પાર્શ્વચન્દ્રના શિષ્ય હતા. તેમણે સં.૧૬૦૨માં સુધર્મ ગચ્છ / બ્રહ્મામતી ગચ્છ બુરહાનપુરમાં કાઢ્યો. સ્વ. સં.૧૬૪૬. એમની ગુજરાતી કૃતિઓ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ, ૧, પૃ.૩૨૨-૩૩. વિનયદેવપટ્ટે વિનયકીર્તિસૂરિએ સં.૧૬૭૭માં ગુણનંદના ‘મંગલકલશ રાસની પ્રત લખી છે. વિનયકીર્તિપટ્ટે વિજયકીર્તિસૂરિના શિષ્ય જ્ઞાનકીર્તિએ સં.૧૭૩૭માં ‘ગુરુરાસ’ રચેલ છે. જ્ઞાનકીર્તિસૂરિપદ્યે સુમતિકીર્તિસૂરિ રાજરત્ન-ચન્દ્રકીર્તિ માટે જુઓ ક્ર.૫૧ના પેટામાં. ૫૬. સમરચન્દ્ર ઃ સિદ્ધપુર પાટણ(અણહિલપુર પાટણ)વાસી શ્રીમાલી પિતા ભીમા શાહ, માતા વાલાદે. જન્મ સં.૧૫૬૦ માગસર શુદિ ૧૧, દીક્ષા સં.૧૫૭૫ માગસર સુદ ૫, ઉપાધ્યાયપદ સં.૧૫૯૯, સૂરિપદ સં.૧૬૦૪, સ્વર્ગવાસ સં.૧૬૨૬ જેઠ વદી ૧ ખંભાતમાં. તેમના સમુદાયમાં વિનયકીર્તિસૂરિ, માનકીર્તિસૂરિ (જય(રાજ)શેખર-સોમરત્નરાજરત્ન-ચન્દ્રકીર્તિશિ.), હર્ષકીર્તિસૂરિ (ચન્દ્રકીર્તિશિ.) વગેરે વિચરતા હતાં. હર્ષકીર્તિએ ‘સારસ્વત’ની ટીકા, ‘સિંદૂરપ્રકરવૃત્તિ’, ‘કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ' (સં.૧૬૬૮), ‘બૃહત્ શાંતિવૃત્તિ' (સં.૧૬૫૫), ‘અનેિટ્કારિકાવિવરણ’ (સં.૧૬૬૩), ધાતુપાઠતરંગિણિ’, ‘ધાતુપાવિવરણ’, ‘શારદીનામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’, ‘યોગચિંતામણિ' (વૈદ્યક), વૈદ્યકસારોદ્વાર’ (વૈદ્યક) રચેલા છે. વળી આનંદમેરુશિષ્ય પદ્મમેરુસૂરિના શિષ્ય પદ્મસુંદરગણિ થયા. તેમણે “રાયમલ્લાભ્યુદય-મહાકાવ્ય' (સં.૧૬૧૫), ‘પાર્શ્વનાથ મહાકાવ્ય’ (સં.૧૬૨૬), ‘જંબુસ્વામિચરિત્ર' (પ્રાકૃત), ‘પ્રમાણસુંદર-ન્યાયગ્રંથ’, ‘પદાર્થચિંતામણિ’, ‘શબ્દાર્ણવ’, ‘સુંદરપ્રકાશ’, ‘જ્ઞાનચોદય-નાટક' આદિ રચેલ છે. અકબરની સભામાં તેઓ પ્રસિદ્ધ થયા છે. વિદ્યમાન સં.૧૬૧૨થી ૧૬૩૫ સુધીમાં. તેમનો ગ્રંથભંડાર તેમની હયાતી બાદ દરબારમાં ગયેલો તે અકબર બાદશાહે હીરવિજયસૂરિને આપવા માંગ્યો, તે તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy