________________
૧૧૮
જૈન ગૂર્જર કવિઓ: ૭ ખાતરીપૂર્વક નક્કી કરી શકાયું છે ત્યાં કૃતિને કથનાત્મક ગણે છે, નહીં તો એને જ્ઞાનાત્મકના વિભાગમાં મૂકી છે. કથાસંગ્રહને – ઉપદેશના સૂત્રથી સંકલિત થયેલા જ્ઞાતાધર્મકથા જેવા ગ્રંથને પણ – આ વિભાગમાં જ મૂકવાનું યોગ્ય લાગ્યું છે. આમાં સંપાદકને પોતાની જાણકારીની મર્યાદા સ્વીકારવી પડી છે. ગદ્ય બાલાવબોધ પરત્વે મૂળ કૃતિ કથનાત્મક હોય ત્યાં બાલાવબોધને કથનાત્મક વિભાગમાં જ મૂકેલ છે, ભલે બાલાવબોધ માત્ર પર્યાયાથ આપતો હોય. બાલાવબંધોના સ્વરૂપ પર નિર્ણય કરવાનું ઘણે સ્થાને કોઈ સાધન નહોતું તેથી આવો સ્થળ નિર્ણય જ વ્યવહારુ જણાયો. અલબત્ત ““વિદ્યાવિલાસમાં ઉમેરણ” જેવા કિસ્સામાં ઉમેરણ જ્ઞાનાત્મક હેવાનું નિશ્ચિત થયું ત્યાં કૃતિને એ વિભાગમાં મૂકી છે.
જ્ઞાનાત્મક વિભાગમાં તત્ત્વવિચારાત્મક, ધર્મજ્ઞાનાત્મક, ઉપદેશાત્મક તેમજ વિવિધ શાસ્ત્ર-વિદ્યા-કલાને લગતી તથા વિશ્વજ્ઞાન, સમાજવ્યવહાર વગેરેને રજૂ કરતી કૃતિઓને સમાવેશ થાય છે. પદ તથા સુભાષિતને ઉપદેશાત્મક કે વ્યવહારજ્ઞાનાત્મક ગણ્યાં છે. પરંતુ સંવાદ જેવા માધ્યમથી જ્ઞાનવિષયને રજૂ કરતી કૃતિઓને એમાંના ચાતુર્ય કે કલાકૌશલને લક્ષમાં લઈ આ વિભાગમાં નહીં પણ “અન્યના વિભાગમાં દાખલ કરી છે. ગચ્છમતના ખંડન રૂપે રચાયેલી કૃતિઓને પણ અહીં સમાવેશ કર્યો છે, ભલે એમાં કેટલીક વાર કેટલાક ઈતિહાસ પણ ગૂંથાયો હોય. સ્તવને સામાન્ય રીતે “અન્યના વિભાગમાં મૂક્યાં છે, તેમ છતાં તીર્થકરાદિનાં કેટલાંક સ્તવને કોઈ તત્ત્વવિચાર કે ધર્મજ્ઞાનને વિષયભૂત કરીને રચાયાં છે – જેમકે ચૌદગુણસ્થાનક ગર્ભિત મહાવીર સ્વ. | મહાવીર ત્રિપંચાશિકા' - તેમને આ વિભાગમાં મૂક્યાં છે. “ચંદ્ર ચેપાઈ એ કથનાત્મક કૃતિની શૃંદાલંકારની દષ્ટિએ આલેચના કરતી કૃતિ “ચંદ ચરિત સમાલોચના' તે આ વિભાગમાં જ આવે.
“અન્ય વિભાગ કથનાત્મક કે જ્ઞાનાત્મકમાં નહીં સમાવાતી અનૈતિહાસિક કૃતિઓને છે. એમ કહી શકાય કે એ વર્ણનાત્મક કે ભાવનિરૂપણાત્મક કૃતિઓને વિભાગ છે. એ રીતે કથારસથી ભિન્ન એવા કાવ્યરસની કૃતિઓને આ વિભાગ છે એમ પણ બહુધા ઘટાવી શકાય. માટે જ ફાગુ, બારમાસ વગેરે પ્રકારની કૃતિઓને અહીં જ લીધી છે–એમાં ઓછુંવતું કથાતત્ત્વ ઘણું વાર મળતું રહેવા છતાં. ચોવીશી” અને “પૂજા” જેવા પ્રકારોને પણ એક નિયમ તરીકે અહીં લીધા છે – એમાં તત્ત્વવિચાર કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org