SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિઓની વર્ણાનુક્રમણી (વર્ગીકૃત) વર્ણાનુક્રમણને પણ સહાયમાં લેશે તો એમને જરૂરી સઘળી સામગ્રી જરૂર હાથવગી થઈ રહેશે. હવે દરેક વિષયવિભાગ અંગે કેટલુંક. ઐતિહાસિક' શબ્દ અહીં મર્યાદિત અર્થ ધરાવે છે. એમાં ઈતિહાસને સ્પષ્ટ આધાર ધરાવતા સમયને જ સમાવેશ કર્યો છે. તીર્થકરો, ગણધર કે એમના સમયના મુનિવરે, શ્રાવક-શ્રાવિકાઓ આદિને, કે હિંદુ પરંપરાની આવી વ્યક્તિઓને પણ પૌરાણિક કે ધાર્મિક લેખી અહીંથી બાકાત રાખી છે. પણ ઇતિહાસકાળની અર્ધ ઐતિહાસિક વ્યક્તિઓ, ઘટના ને – જેમકે ભેજપુંજ, નરસિહ મહેતા, ગોરા બાદલ વગેરે વિશેની કથાઓને - અહીં સ્થાન આપ્યું છે. આ વ્યક્તિઓ વિશેની લઘુ કૃતિઓ – કેવળ પ્રશસ્તિમૂલક ગીતરતવને વગેરેને પણ સ્થાન આપ્યું છે, ભલે એમાં ઐતિહાસિક વૃત્તાંત ન-જેવું હોય. તીર્થના ઇતિહાસને વર્ણવતી કૃતિઓ ઉપરાંત ત્યપરિપાટીએ, તીથમાલાઓ, તીર્થયાત્રાઓ અને પ્રતિષ્ઠાસ્તવનને એક નિયમ તરીકે એતિહાસિક ગણ્યાં છે, પણ તીર્થવિષયક અન્ય લઘુ સ્તવને અહીં સમાવ્યાં નથી. એમને તીર્થ સ્થાનીય જિનદેવના ગુણકીર્તન લેખે “અન્યના વિભાગમાં મૂક્યાં છે. શહેરો વિશેની ગઝલને અને ગુરુપટ્ટાવલીઓને પણ એક નિયમ તરીકે ઐતિહાસિક ગણું છે. કથનાત્મક વિભાગમાં ઐતિહાસિક ન ગણેલી વ્યક્તિઓનાં વૃત્તાંતો રજૂ કરતી કૃતિઓને સમાવેશ થાય છે. તીર્થકર ને ગણધર વિશેની સ્તવનસઝાયાદિ પ્રકારની લધુ કૃતિઓને સમાવેશ અહીં નથી કર્યો, એને પ્રશસ્તિમૂલક ગણી “અન્યના વિભાગમાં સમાવી છે. પરંતુ અન્ય સાધુઓ, શ્રાવક-શ્રાવિકાઓ વિશેની સઝાય પ્રકારની કૃતિઓને અહીં જ સમાવી છે કેમકે એમાં કેટલું વૃત્તાંત છે એને નિર્ણય થઈ શકે તેમ નહોતે. કેટલીક સઝાયો ઠીકઠીક લાંબી હોય છે અને વિગતે વૃત્તાંત કહેતી હોય છે, તો કેટલીક સઝાયે ઉપદેશાત્મક હોય છે ને દષ્ટાંત પૂરત જ વ્યક્તિ કે વૃત્તાંતને ઉલ્લેખ કરતી હોય છે. આવી કેટલીક વ્યક્તિઓનું વૃત્તાંત આવી સઝાયોમાં જ રહેલું હોય એવો પણ સંભવ જણાયો. અલબત્ત, આવી વ્યક્તિઓને અનુલક્ષીને રચાયેલી બારમાસા “સંવાદ વગેરે પ્રકારની કતિઓને ભાવનિરૂપણાત્મક ગણી “અન્યના વિભાગમાં જ મૂકી છે. ઉપદેશના આધાર તરીકે કથાઓને ઉપયોગ જાણું છે. “નવકાર રાસ” તે વરતુતઃ રાજસિંહ-રત્નવતીની કથા જ કહેતે હેય. એવું જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy