________________
સોળમી સદી [૫૭]
શિવદાસ , અને શબ્દદેશ સહિત ફાર્બસ સભાના માસિક ૧૯૩૬ ઍકટથી ૧૯૩૮ જૂન સુધીના અંકમાં પ્રકટ કરેલ છે. [જેની સ્વતંત્ર પુસ્તિકા પણ કરી છે.]
[પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૨૧૨૧. ત્યાં “વરસંગ” નામ પણ દર્શાવેલું. જે અહીં છોડી દીધું છે.] ૧૯, શિવદાસ (૨૨) + કામાવતી વાર્તા (અથવા કથા અથવા આખ્યાન અથવા
કિરણકુમાર અને કામાવતીની કથા] ૩૮ કડવાં [૨.સં.૧૫૭૩ ]. આદિ–
ગુણપતિચરણકમલ નમી, પ્રણમી સરસતિ પાય, કહૂં ચરિત્ર કામાવતિ, અક્ષર આપે માય. કનકદેશ કુકમનગર, કામસેન રાજન સેનાની સંખ્યા નહી, સાત સહસ પરધાન. કનકવતી ઘરિ ભારજી, કામાવતિ કન્યાય
રૂપ વિચક્ષણ ચાતુરી, સકલ કલા ગુણકાય. અ ત –
કડવાં ૩૭ પૂછાયાં.
ચોપાઈ. સેવ કરે બહુ કામાવતી, પ્રેમ સબલ મન આણુ ભતી, સાસુ સસરાના પાય નમે, રાય રાણું નિત પૂછ જમે. પનરે વરસે ટલ્યો વિયોગ, સર્વ એકઠાં થયા સંગ, દુખ ભાગી સરવેનું જાય, કૃપા કરી શ્રી વિઠરાય. એ કામાવતી ચરિત જે ગાય, સાંભલતાં સુખ પામે કાય તેહને કહી નહિ વિયોગ, નરનારી સુખ પામે ભેગ. શ્રોતાજનની પૂગે આસ, રતનપુરી પામે સુવિલાસ, સદાઈ સુખ પામે સંગ, કદા કાલ તસ નહિ વિયોગ. પ્રીત માં હે કૌ કરે અંતરાય, તે તિહાં નગર સમૂલો જાય. પ્રીતિવિષેહનું મોટું પાપ, પરમેસર તસ દીએ સાપ, તે માટે કહીઈ છે સોય, પ્રીતવિષેહ ન કરશો કેય.
- કડવા ૩૮ પૂર્વ છાયા. એક મને જે સાંભલે, હિચે તેહની આસ, બે કર જોડી વિનવે સિવે હરિને દાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org