SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મહિરનગણિ [૧૪] જૈન ગૂર્જર કવિઓ : ૬ આમાં સુરતથી કચરાશાએ કાઢેલ સંધનું વર્ણન છે, તેમાં રૂપચંદ કરીને ગૃહસ્થ પણ સંધવી તરીકે જોડાયા હતા. એ ડુમસથી દરિયામાગે વિદાય થઈ ભાવનગર બંદર ઊતર્યો. ત્યાં ભાવસિંહજી (કે જેમણે સં. ૧૭૭૭ વૈશાખ સુદ ૩ને દિને ભાવનગર વસાવ્યું હતું અને જેણે ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સં.૧૮૨૦માં સ્વર્ગવાસ કર્યો હતરાજ્ય કરતા હતા. તેમણે ચાંચિયાને જેર કરી જકાત ઓછી કરી સમુદ્રને તિભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. ભાવનગરથી વરતેજ, કનાડ થઈ સંધ પાલીતાણે આવ્યો હતો. આ સંધમાં ભાવનગરથી (તપાગચ્છના) પં. ઉત્તમવિજયજી સાથે ચાલ્યા હતા. તદુપરાંત કવિના ગુરુ દેવચંદ્રજી, તપગચ્છીય સુમતિવિજય પણ સાથે જ હતા. આ કૃતિ રચ્યાનો સંવત કે યાત્રા કર્યાનો સંવત આમાં કવિએ આપેલ નથી, પણ કોઈ કવિયણે આ કવિના ગુરુ પ્રસિદ્ધ અધ્યામી દેવચંદ્રજીના સ્વર્ગવાસ પછી તેના ચરિત્ર રૂપે રચેલ “દેવવિલાસ” નામના રાસમાં જણાવ્યું છે કે સંવત દશ અષ્ટાદશે, કચરા સાહાઈ સંધ, શ્રી શત્રુંજય તીર્થને, સાથે પધાર્યા દેવચંદ્ર. સાહ મેતીયા લાલચંદ જાણઈ, જેન મારગમેં પ્રવિણુ, શ્રાવિકા અવલ તે ભક્તિમાં, દાનેશ્વરીમાં નહીં ખીણ. સંઘર્મે શ્રી દેવચંદ્રજી, અન્ય વ્યવહારીયા સાથ, શ્રી શત્રુજય ગિરિ આવીયા, લેવા ધમનું પાથ. પ્રતિષ્ઠા જિતબિંબની, ગુરૂજિઈ કીધી તત્ર, સાડી સન્ન દ્રશ્ય ખરચી, ગુરચ તે લત્ર. આ પરથી સં.૧૮૧૦માં આ બન્યું હતું પણ ખરે સંવત ૧૮૦૪ જણાય છે અને તે આ અરસામાં આ કૃતિ રચાઈ હેવી જોઈએ, કારણકે દેવચંદ્રજીએ પોતે સિદ્ધાચલ સ્તવનમાં સં.૧૮૦૪માં આ કચરા કાકાના સંધને ઉલ્લેખ કરેલ છે. [તથા નીચેની કૃતિની હસ્તપ્રત સં.૧૮૦૫ની મળે છે.] આદિ– સરસતિ સામિને પાય નમી, માગુ વચનવિલાસ, સંધવી સેજ ગિરિ તણું, ગાવા મન ઉલ્લાસ. ૧ નમું તે દેવિ ચકેરી, વડ જક્ષ ભલિ ભાત, આદિસર નમતાં થકાં, મિલેં મુગતિ મત. વીર જિસમેં નમું, ગૌતમ ગણધર સાર, જીવ ઘણું પ્રતિબોધિને, ઊતાર્યા ભવપાર. ' ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy