________________
ઓગણીસમી સદી [૨૭]
રૂપવિજયગણિ (૪૬૪૩) + પંચકલ્યાણક પૂજા ૨.સં.૧૮૮૯ માહ શુ.૧૫ સિદ્ધાચળે
(પાલીતાણામાં) આદિ-
પ્રથમ શ્રી રચવનકલ્યાણક. અમરનિકર નિત જેહના, ભક્તિરસે ભરપૂર, પદપંકજ પૂજા કરી, કરે કર્મ ચકચૂર. ઉક્કોય સત્તરિયા, જિનવર જગસિણગાર, પ્રણમી ગાઢું તેહના, પંચકલ્યાણક સાર. ચવન જનમ વ્રત કેવળી, મોક્ષ તે પંચમ જાણ, પ્રેમે પૂજા ભવિ કરી, લા કલ્યાણ કલ્યાણ. ધન તે ગામ નગર પૂરી, ધન્ય તેહ નરનાર, જિહાં કલ્યાણક જિન તણાં, ધન્ય તેહને અવતાર. હરિ જિન કલ્યાણક કરી, જઈ નંદિસર ઠામ, અઢાઈ મહિમા કરી, જાયે નિજ નિજ ધામ. તિણ વિધ સાવય શ્રાવિકા, સમકિતી અણુવ્રતી ખાસ, પૂજા કરી જિનરાજની, તોડે કમના પાસ. અડ નવ સત્તર પ્રકારથી, જિનપૂજા કરી સાર,
જિનપદ પામિ જગતથી, લહે ભવિ ભવજળપાર અત –
કળસ. રાગ ધન્યાશ્રી ગાયા ગાયા રે, જિનરાજ ભગતિરસે ગાયા. અકલ અસંગ અનંત અરૂપી, પૂર્ણાનંદ પદ પાયા, ધ્યેય ધ્યાનએકતાને, આત્મઅભેદે ઠાયા રે. સમકિતધારી અણુવ્રતકારી, શુચિ શ્રદ્ધા મન લાયા, પારંગત-પદ-પૂજન કારણ, ભગત ચિત્તે ભરાયા છે. જિ. ૨ તગત ચિત્ત સૂત્ર અનુસાર, ભાવની વૃદ્ધિ સભાયા, જે જિનરાજ ભગતિ કરેંગે, તસ ઘર સુજસ સવાયા. જિ. ૩ તપગચ્છ વિજયદેવસૂરિ પાટે, વિજયસિંહ સૂરિરાયા, સત્યવિજય તસ શિષ્ય મનહર, સંવેગમારગ ધ્યાયા રે જિ. ૪ કપૂર ક્ષમા જિન ઉત્તમ નામે, દિનદિન સુજસ સવાયા, શ્રી ગુરૂ પદ્મવિજય-પદપંકજ, નમતાં દુરિત ગમાયા રે. જિ. ૫ નંદ દિશા ગજ ચંદ વષે, મધુ સુદિ પુનમે ધ્યાયા, શ્રી સિદ્ધાચળ તીરથ ફરસી, રૂપવિજય ગુણ ગાયા રે. જિ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org