________________
મથક
[૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૬ માણિકચંદની પાટે ખુબચંદ તેરમો પાટ, જગતચંદ વિરાજે, વિદ્યમાન ધયઘાટ. લખમીચંદ ગુરૂ ગિરૂવા, સુબુદ્ધિ તણું રે દાતાર, વિપ્રશ્રી ગેહણ જ્ઞાતી, ક્ષમા તણું રે ભંડાર. જોતિષ વૈદક જાણે પિણ ન કરે પાપ પરસંગ, બત્રિસ સુત્રની સાથે, જેને તે પુરણ રંગ. તેણે કૃપા મુજ કીધી, શિષ્ય કરી સમકિત દીધે, જૈન મારગ માહે, મુજને તે પ્રવિણ કી. ભભવ મુજ સેવા, એહ જ ગુરૂજીની હે , ગુરૂજી કૃપા કરીને, મુજને જ્ઞાનગુણ દેજે. એહ ગુરૂજીને પ્રતાપે, રચના રાસની કીધી, પૂર્વે ચોપાઈ હુતી તે કરમસી ભુધરાણીએ દીધી. તેહ તણે અનુસારે, કીધો એ ચરિત્ર રસાલ, કાઈક અધકે કે ઓછ, વચન ભાખ્યો હવે આલ. તેહ મિચ્છામિ દુકડ હે તે શ્રી સંઘ સાખે, નૌતનપુરમેં વંચાસી, સંવત અઢારસે સાઠ. ભાદરવા સુદ પાંચ સ્વાત સતિ સિદ્ધિ જોગ, ભવિ ભણસે ને ગણશે, તેહની હેય તે કાયા નિરોગ. એ ભણતાં ને સુણતાં, સફળ ફળે સંઘઆસ, શ્રી જિનશાસનમાં નિત્ય હેજે લીલવિલાસ. નકારવાલીને ઉપર, જિમ તે શોભતો મેર, તેમ તેજસાર રાસે, શોભતી ઢાલ તેણી પર. લખમીચંદ ગુરૂ કેરા ચરણકમળનો હું દાસ, ગુરૂકૃપા લહિને કિધે એ ગ્રંથપ્રકાસ.
કલશ ઈમ નનગર શ્રી સંધ સુખકર, લંકાગછ લાયક ઘણે, દયાધર્મ ધારે આશ્રય ટાળે શોભતે સાસન જિન તણે, નૌતનપુરમાં સહુ કોઈ જાણે, લર્મિચદ ગુરૂ ગુણ ઘણા, સુધ ભાવ જેણે સેવા કીધી, નહી તસ ઘર કેઈ મણા. તેહ ગુરૂ તણી કૃપાથી શિષ્ય રામચદ રંગે કરી, ભવિ ભણસે ગુણસે જેહ સુણસે, તે તો રિદ્ધિ સિધિ વંછિત વરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org