________________
ઓગણીસમી સદી [૨૧]
વીરવિજય સિદ્ધગિરી ઉપર ટૂંક ઘણી, શેઠ મોતીશાને હંશ ઘણી,
શ્રી શુભવીર વચન સુણી. વિ. ઢાલ ૨ સાંભલ રે તું સજની મેરી, રજની. એ દેશી સંવત અઢારે સે અચાસી માહે, સિદ્ધગિરિ શિખર વિચાલે છે, કુંતાસરને ખાડે મોટા, શેઠજી નયણે નિહાલે મનને મેજે રે,
અંતર નયણ નિહાલે. ૧ ભવગર્તાપૂરણને હેતે ખાતમુહૂરત તિહાં કીધુંજી રે.
(પછી ખાડ પુરાવી. તે ઉપર જૈન ટૂંક બંધાવી મધ્યમાં વિશાલ ચિત્ય બંધાવ્યું. ઋષભદેવ પુંડરીક પ્રમુખની ત્રણ પ્રતિમા નવી ભરાવી.
આ અંજનશલાકા વગેરેમાં નવ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચાણ. મોતીશાના પ્રધાન મુનીમ દમણવાસી અમરચંદ તથા ખીમચંદ એ બે ભાઈઓએ પણ ત્યાં દેહરું બંધાવી ધર્મનાથ આદિની પ્રતિમા ભરાવી. કલ્યાણજી કાનજીના પુત્ર દીપચંદે પણ મોતીશાને હુકમ લઈ ત્યાં એક
ટૂંક કરાવી.)
તાણુઆમાં મહુરત લીધું અંજનશલાકા જી રે,
શ્રી શુભવીર જિનેશ્વરભગતેં, ઉલ્લસિત ચિત્ત ભલે. મન.૧૧ (મોતીશા મૃત્યુ પહેલાં પુત્ર ખીમચંદને સંધ લઈ પ્રતિષ્ઠા કરાવવાની ભલામણ કરતા ગયા અને)
ભાદર બાવા તણે રે સુદ પડવે ને રવિવાર
મુહુરત લઈ સધારીયા રે કાંઈ શેઠજી સ્વગ મ ઝાર. (પછી માગશર સુદ ત્રીજે ક કેત્રી દેશેદેશમાં મોકલી પોષ સુદ સાતમે સંધ ખીમચંદભાઈએ કાઢયો. રાજનગરના હીમાભાઈ આદિ એક હજાર મેટાનાના સંધવી ભેગા થયા. સવાલાખ માણસ થયું. મોતીશાનાં પત્ની દિવાળીબાઈ સ્વર્ગસ્થ થયાં. મુદ્દત અંજનશલાકાનું મહા સુદ દશમ બુધવારનું લીધું. તપા, ખરતર અને સાગર એ ત્રણેના સૂરિઓને લઈ પોષ વદ દશમે જલજાત્રા કરી. છેવટે મહા સુદ ૧૦ બુધવારે અંજનશલાકા કરી. ને ઋષભ જિણંદને મોતીશાની ટૂંકમાં માહા વદ રને દિને ખીમચંદ શેઠે સ્થપાવ્યા. વિમળવણી, ખરતર વસી, છીપાવલી, પમાવસી એ ચાર વસી – વસહિ હતી તેમાં પાંચમી મોતી-વસી થઈ. વળી છઠી વખતવણી ને સાતમી બાલાવતી. અને વળી સાકરચંદ પ્રેમચંદની પાસેની ટૂંક થઈ.)
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org