________________
ક્ષેમધન
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ પ્રણમું તે બહુ પ્રેમ , જસ મુખ પુનમચંદ. શાસનનાયક ચરમ જિન, મહાવીર વડવીર, પ્રણમું હેડે હેજ મ્યું, ધર્મધુરંધર ધીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂકંદ, તે માટે ભવિ સેવ, મૂકી બીજા ફંદ. નિજગુરૂચરણકમળ નમી, જ્ઞાન તણા દાતાર, મુરખને પંડિત કરે, ગુણ અપરંપાર, ગુરૂઆણું શિર પર ધરી, જે જે કરીએ કામ, મનવંછિત ફળ પામીએ, શ્રી રાજસાગરસૂરિ નામ. ગુરૂકૃપા જે કરી ઘણી, માથે મુક્યો હાથ, શાંતિ શાહ સુતપરંપરા, જગ જ બહુલી આય તસ કુળ વંશશિરોમણિ, વખતચંદ ગુણવંત,
ગુણ ગાવા ઉલટ ઘણે, સાંભળજો સહુ સંત. અંત – સંવત પૂર્ણ મુનિ નાગ શાશિ, માસ આષાઢ વિશાળ,
શુકલ તેરસ ગુરૂવાર દિન, સરસ કથા ગુણમાળ.
ઢાળ પમી. કળશ. સોહમપાટપરંપર પ્રગટયા શ્રી હીરવિજ્ય સૂરિંદાજી, બુજવ્યો અકબરશાહ નરીંદા, મોહનવેલી કંદાજી. ડાબર સરવર જાળ મુકાયા, જીજીયા-કર છેડાયા છે, મહીતલમાં સુજસ ગવાયા, અમારિ-પડિહ વજડાયાજી. અઠાવનમેં પાટ સુહાયા, જગગુરૂ નામ ધરાયાજી, વિજયસેનસૂરી તસ પાટે, પંડિત નામ ઠરાયાજી. વાદી અનેક જીત્યા તેણે, સૂરી ગુણે કરી છાજે, તપગચ્છમંડણ દુરિતવિહંડણ, દિનદિન અધિક દીવાનેજી. ૪ તાસ પાટ પટાધર સુંદર, ભવિયણને ઉપગારીજી, શ્રી રાજસાગરસૂરી જયવંતા, શુદ્ધપ્રરૂપણકારીજી. ૫ શાંતિદાસ શેઠને ગૂઠા, મનવંછિત ફળ પાયાજી, અગીઆર લાખ ધન ખરચ્યું જેણે, ગુરૂ-ઉપદેશ સુહાયાછે. ૬ વૃદ્ધિસાગરસૂરી તાસ પટાધર, મનમોહન સુખકારજી. કીર્તિલતા આરોપી જગમાં, કહેતાં કિમ લહું પારજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org