________________
વસ્ત
[૫૨] જૈન ગૂર્જર કવિએ ઃ ૬
તે સામે સ ંસ્કૃત કૃતિમાં સ્તબાવતીગ૰ના ઉલ્લેખ છે તે કાયડારૂપ છે.] ૧૩૦૪. વસ્તા (વઢવાણુને શ્રાવક સ્થાનકવાસી) (૪૪૮૯) + જૂઠા તપસીના સલાકા (ઐ.) ૯૧ કડી ર.સ’.૧૮૩૬ ભા.શુ.૧૦ રવિવાર માતાનું નામ નાથીબાઈ, પિતાનું નામ નાથેા. પેાતે ખેડ કરતા, પછી અન્નજળ ઊઠતાં રાણપુર ગયા ને ત્યાં ખેડ કરતા. કોડિયાનું જોઈ જીવઘ્યા પ્રગટી! બળદને છેાડી મૂકી નવરા બેઠા. ભાઈ આવતાં વાત કહી. સ્થાનકે જઈ ગુરુ પાસે વ્રત-પચખાણ લીધાં ને પછી સગાંની સંમતિ લઈ દીક્ષા લીધી. ભારે તપ કર્યાં, અભિગ્રહ લીધા, તપસી તરીકે પંકાયા. એક કાઢિયાએ તેમના મૂત્રથી લેપ કરતાં કાઢ કાઢયો. ગામ બહાર આસન વાળી ધ્યાનસ્થ થતાં એક ગાયે તેને ચાટીચાટીને લેાહી કાઢવાં તે સહન કર્યાં ને અભિગ્રહ લીધા કે કાઈ રાણા અને રાણી આહાર વહેારાવે તે લેવું. ઈડરના એક રાણાએ પરણીને આવતાં ત્યાં ઉતારા કર્યાં અને તેને ત્યાંથી આહાર મળતાં અભિગ્રહ પૂણ થયા. એવામાં અરખી દળ દીવ પર ચડી આવ્યું ને કેટલાયને ભાત તરીકે પકડી ગયા તેમાં ૧૬ કન્યાઓ હતી તેણે માનતા કરી કે જો ઊગરશું તેા જૂઠા તપસીનાં દર્શન કરશું. વહાણમાં લઈ જતાં જળમાં સ્થળ થયું, તે ઊગરીને દીવ આવી તપસીને પગે લાગી.
રાણપુરમાં જૂઠા તપસીનાં પગલાં પૂજાયાં, તેના ઉપાસરામાં તેમની આરડીમાં આસન હતું તે ગદા અમીય ́દ તેમના શ્રાવક કહેવાતા. રાણપુરમાં ગઢ હતા. વચમાં ભાદર ને ફરતી ગામતી. શહેર વચમાં ચક્ષુતરા ને બહાર ઊંચા મિનારા હતા. ઉતરાદા આથમણે કેડે માટું સ્થાનક હતું ને તેમાં ભવાની માતા હતાં. જુઠા તપસી પછી ઊને દેલવાડે ગયા, ત્યાં તેના હાકેમને ત્યાં વહેારવા ગયા એટલે તેણે સંતાન નહાતું ને તેની માગણી કરી, દારૂ સાજી ઈંટ ગળાની ભઠ્ઠી ખૂંધ કરાવવાનું વચન લઈ સંતાનની આશિષ આપતાં સંતાનની જોડ તેને થઈ. છેવટે વાડીમાં જઈ કાઉસગ્ગ કરી સ્વસ્થ થયા. તેના દેહસસ્કાર માટે હિંદુંમુસ્લિમે વચ્ચે ઝધડે થયેા. હિંદુ અગ્નિદાહની ને મુસ્લિમા દક્ત કરવાની તરફેણમાં હતા. આદિ – પરથમ સમરૂં હું વીતરાગ સ્વામી, જીનમારગના છે! અંતરજામી, વીર પ્રભુના લેશું વળી નામ, શીશ નમાવી કરૂ' પ્રણામ. કર જોડી હું કરૂ વિનંતી, માગું વાણી ને આપે! સરસતી,
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org