________________
ઓગણીસમી સદી [૧૭] દશનસાગર ઉપા. હાલ ૩૬મી રાગ છન્યાસી. દીઠે દીઠા રે વામકે નંદન દીઠા –
એ દેશી. પાયો પાયો રે ભલે મેં જિનશાસન પાયો સ્યાદવાદ અનંત નયાત્મક, આગમ મુજ મન ભાયો રે
ભલે મેં એ જિનશાસન પાયો. ૧ ધનધન વિધિપક્ષ ગચ્છપરંપરા, આરક્ષિત સૂરિરાય, ક્રિયાઉદ્ધા શોભા બઢાઈ, નિરમોહી નિરમાય રે. શ્રી જયસિંહસૂરિ તસ પાટે, તે પણ તસ પ્રતિરૂપ, વાદ કરી દિગપટને જીત્યા, પ્રતિબો જયસિહ ભૂપ રે. ૩ સાત કેડી ગ્રંથ મુખેં જેહને, કીધા શ્રાવકવૃંદ, તસ પાટૅ ધમષ સૂરીશ્વર, જસ નમે બહૂ નઈદ રે. ૪ શતપદી ગ્રંથ તણું જે કરતા, નિરમાયી નિસંગ, ભવિજનબેધક આતમરોધક, વ્યુતરંગી શુભ સંગ રે. તસ પદે ઉદયાચલ-દિનકર, શ્રી ગુરૂ મહેંદ્રસિંહ, સૂરિશિરોમણિ સિંહપ્રભ ગુરૂજી, તાસ પદે અજિતસિંહજી. ૬ શ્રી દેવેન્દ્રસિંહ સૂરીશ્વર, શ્રી ધર્મપ્રભ સુરીંદ, સિંહતિલક ગુરૂ ગચ્છપતિ સોહતા, મહેદ્રપ્રભ મુનીંદ રે. ૭ ગણનાયક મેરતુંગ સૂરીશ્વર, જસ મહિમા અત્યંત, નાગર વાણીયા શ્રાવક કીધા, પ્રણમત સુર મુનિ સંત રે. ૮ તસ પદ ગણગણ-શશિ સરિખા, સૂરિશ્રી જયકીર્તિ, શ્રી જયકેસરસુરિ સુખાકર, અદ્દભુત ધમની મૂર્તિ રે. ૯ શ્રી સિદ્ધાંતસાગર મુનિપતિ, જાણે જૈન સિદ્ધાંત, ભાવસાગર ગુરૂ ભવતારણ ભણી, અદભૂત નાવ મહંત રે. ૧૦ જ્ઞાનાદિક ગુણમણિ રહણ સમ, ગુણનિધાન ગુરૂરાજ, મહાવ્રત પાલી નિજ અજુઆલી, સાયં આતમકાજ રે. ૧૧ તસ પટ ઉદયાચલવાસરમણિ, ધરમમૂરતિ સૂરદ, ક્રિયાઉદ્ધાર કરી ચારિત્ર ચિત્ત ધરી, જીત્યા વાદીના છંદ રે. ૧૨
કેકે જન તસ ગુણ ગાવે, આજ લગે વિખ્યાત, શ્રી કલ્યાણસાગર સૂરીશ્વર, બુધે સરસ્વતિ સાક્ષાત રે. ૧૩ તસ પટ ગગને ચંદ્ર સુધાશ્રવી, અમરસાગર સૂરિરાય, અભિનવ જાણે સુરપતિ સરિખા, સહુ જનને સુખદાય રે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org