SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૭૧] ભાવસ્તિ-ભાવપ્રભસૂરિ પિરવાડ વંશના શાહ વેલાને ભાર્યા અમરાદેવીથી બે પુત્ર ને એક પુત્રી થયા પછી સં.૧૭૧૧ આશ્વિન વદિ ૯ મઘા નક્ષત્રમાં એક પુત્ર થયો. તે પુત્ર નામે મેધરાજ ૪ વર્ષને થતાં માતા દિવંગત થઈ, મોટા પુત્ર જુદા થયા, પુત્રી સાસરે ગઈ અને તેથી આ મા વગરના પુત્રને રાખવાની વેલા શાહને ભારે ચિંતા થઈ તેથી તે ટાળવા નાના પુત્રને લઈ યાત્રાએ નીકળ્યો. પાટણનાં ચે જુહાર્યા ને ઢંઢેરવાડે આવીને મહાવીર સ્વામીને વાંદ્યા. અપાસરે આવતાં લલિતપ્રભસૂરિની પાટે વિનયપ્રભસૂરિ હતા. ત્યાં તેમનો ઉપદેશ સાંભળી પિતાને પુત્રને વહેરાવ્યો, સં.૧૭૧૭. તેને ગુરુએ અભ્યાસ કરાવી સં.૧૭૧૯માં દીક્ષા દીધી. નામ મેધરન રાખ્યું. હૈમ પાણિની મહાભાષ્ય આદિ વ્યાકરણ ભણ્યા પછી ભટ્ટાચાર્ય પાસે બુરહાનપુરમાં ચિંતામણિ શિરોમણિ' આદિ ન્યાયગ્રં, જ્યોતિષના સિદ્ધાંત શિરોમણિ યંત્રરાજ આદિ ગ્રંથ, ગણિતવિદ્યા, જૈન ન્યાય વગેરે સર્વને અભ્યાસ કર્યો. સં.૧૭૩૧ ફાગણ માસમાં તેમને વિનયપ્રભસૂરિની પાટે સ્થાપ્યા ને નામ મહિમાપ્રભસૂરિ રાખ્યું. આને ઉત્સવ શાહ શ્રી લાધા સૂરજીએ કર્યો. પછી અનેક પ્રતિષ્ઠા ઉત્સવાદિ કર્યા. શાહ વચ્છાના પુત્ર ચંદ્રભાણ વિજયસિંઘ સહિત દેશી ઉત્તમ આદિએ પ્રતિષ્ઠા તેમને હાથે કરાવી. ઉત્સવ સુંદરસુત કપૂરે કર્યો. અનેક પ્રકારના ગ્રંથ જે, બહુવિધિ જોઈ ભંડાર, અભિનવ તેહ લિખાવીયા, ઈમ કર્યઉ જ્ઞાન-આધાર. અનેક તીર્થોની યાત્રા કરી, અનેક શ્રાવકે કર્યા. લીલાધર આદિ ત્રણ ભાઈઓએ પટણાથી દ્રવ્ય મોકલ્યું તે પુણ્યક્ષેત્રે વપરાયું, શાહ વચછા કુલે હરષામદેના ઉદરે થયેલી બાઈ જતન, રંગબાઈ, વાલિમબાઈ, પ્રેમબાઈ વગેરે શ્રાવિકાઓ હતી. શાહ કસ્તૂરે પાંચમ ઊજવી. લાલચંદની ભક્તિ હતી. પજુસણમાં દોશી તેજસી આગળ રહી ઉદ્યમ કરાવતો. ભગવતી સૂત્રમાં ગૌતમ એ નામ જેટલી વખત આવે તેટલાં દામ ગલાલ કુંવરજી પ્રમુખે મૂક્યા. સં.૧૭૭૨ માગશર સુદમાં પ્રવેશ થતાં સૂરિને અસમાધિ થઈ એટલે સવને ઉપદેશ આપ્યો ભલામણ કરી, વૃદ્ધ શિષ્ય લાલજી પાસે હતા. માગશર વદ નવમીએ રાત્રે દિવંગત થયા. આદિ – શ્રીમપાશ્વજિનેશજન્મદિવસે સૌરવ્યાસ્ય દે સંભવં સૂરેઃ શ્રી મહિમાભાખ્યસુગુનિર્વાણકલ્યાણકે, વયેડલું ગુરુભક્તિતપરમના શ્રદ્ધાલવઃ શ્રયતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy