________________
વિજયસૂરિ
[૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ ૬૦. વિજયસૂરિ (૩૪૦૭) રોહિણી ચઢાળિયું .સં.૧૨૭
(૧) માણેક ભ. [પ્રથમ આવૃત્તિ ભાર પર૫૧.] ૯૬૧, જ્ઞાનવિમલસૂાર-નવિમલ (ત. વિનયવિમલ-ધીર
વિમલશિ.) આ ગૃહસ્થાવસ્થામાં ભિન્નમાલ શહેરના વતની અને વિશા ઓસવાલ વંશના વાસવગાત્રી વાસવ શેઠ પિતાના અને કનકાવતી માતાના પુત્ર હતા. જન્મ સં.૧૬૯૪માં થયે, ને નામ નાથુમલ આપ્યું. સં.૧૭૦૨માં તપગછના પંડિત વિનયવિમલગણિના શિષ્ય પં. ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી ને દીક્ષાનામ નવિમલ રાખ્યું. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. તેમને સં.૧૭૨૭ મહા શુદિ ૧૦ને દિવસે મારવાડના સાદડી પાસેના ઘારાવ ગામમાં તપગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિએ ઉત્સવ પૂર્વક પંડિત(પંન્યાસ)પદ આપ્યું. ત્યાર પછી તેમના ગુરુ ધીરવિમલગણિ સં.૧૭૩૯માં સ્વર્ગવાસ થયા. પોતે ઘણુઓને દીક્ષા અપાવી. સં.૧૭૪૭માં અણહિલપુર પાટણ આવ્યા. સં.૧૭૪૮(કેટલાકમાં ૧૭૪૯ છે)ના ફાગણ સુદી પાંચમ ગુરુવારે વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ પાટણ પાસે સંડેસર(સંડેર)માં ઋષભદેવના મંદિરમાં આચાર્ય. પદવી આપી નામ જ્ઞાનવિમલસૂરિ સ્થાપ્યું. આચાર્ય મહત્સવ શ્રેષ્ઠી નાગજી પારેખે ખૂબ દ્રવ્ય ખચી કર્યો. તેના ઉપદેશથી સં.૧૭૭૭માં સુરતના શેઠ પ્રેમજી પારેખે સિદ્ધાચલ(શત્રુંજય)ને સંધ કાઢયો હતો કે જેનું વર્ણન કવિ દીપસાગરગણિના શિષ્ય સુખસાગર કવિએ પિતાના પ્રેમવિલાસ' નામના ૨ાસમાં કરેલું છે કે જે રાસ “નરભવદષ્ટાંત ઉપાયમાલા'માં પ્રસ્તાવનામાં પ્રગટ થયા છે. તેમને વિહાર બહુધા સુરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણું, જૂનાગઢ વગેરે સ્થળે ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્ર દેશમાં થયો હતો. સિદ્ધાચલ તીર્થની અનેક વખત યાત્રા કરી. જિનપ્રતિમાની ૧૭ પ્રતિષ્ઠા કરી.
અનુક્રમે સં.૧૭૮૨માં ખંભાત ચોમાસું કર્યું. તે વખતે સિદ્ધાચલની યાત્રા કરવાની અતિ ઉત્કંઠા ને તૈયારી કરી, પણ પરચકને લીધે બની નહીં તેથી ખંભાતમાં જ રહ્યા. ને ત્યાં જ તે વર્ષમાં આસો વદ ગુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org