________________
અઢારમી સદી
[૨૬] ઉદયવિજય ઉપા. સિદ્ધચક્રમહિમા તણે, સુણે સદ્ અધિકાર, સાંભલિતાં સુખ પામીઈ લહીઇ જયજયકાર, નવપદ આરાધી કરી, સુખ પામે શ્રીપાલ,
તિમ સાધકને સુખ હુઈ, ફલે મનોરથમાલ. અંત - નવ પદમહિમા કારને રે, કહું શ્રીપાલચરિત્ર,
ભણતાં સુણતાં ભવિયણું રે, હવે પુણ્ય પવિત્ર ત૫ગયણદિણેસરૂ રે, વિજયદેવ સૂરી, પટ્ટપ્રભાવક તેહને રે, શ્રી વિજયસિંહ મુણાંદ. જિન અનેક પુહવિપતિ રે, પ્રતિબેધ્યા નિજ વાણ, ધર્મ પમાડચા ભાવથી તે હુઆ ગુણમણિખાણ. દેશ મેવાડ તણે ધણી રે, જગતસિંહ મહારાણ, રૂષભદેવ પૂજા કરે રે તે નિસુણી સવખાણ. આખેટકની આખડી રે, ચોદસ સરીખે દીવ, ધર્મરાગે ધરે જેહને રે, તે દેખી નિસ્પૃહ લીક, સાયર રેલે મીનના રે, ઝીઝવાડા ગામ, વધ હતા તે વારીયા રે, જિણ વિજયસિંહ ગણુસામિ. ૯ અન્ય વર્ણ પણ સી મળી રે, જૈન તણા વ્યવહાર, વિજયસિંહ ગુરૂ તે હુઆ, જાણે હેમસૂરિ અવતાર. વિજયદેવ સુરીદના રે, બીજ પાટવિ જેહ, શ્રી વિજયપ્રભ ગણધરૂ, જે ગુણમાણિક-ગેહ. તખત વિરાજે જેહનું રે, જગ જાણીતૂ આજ, વડ ગુરૂભાઈ જેહના રે, વિજયસિંહ ગુરૂરાજ. તસ સીસે ચોપાઈ લખી રે, ઉદયવિજય ઉવઝાય, સાંભળતાં ભવિલોકને નિત આણંદ ઉલટ થાય. શ્રી વિજયસિંહ સૂરદન વૃદ્ધ સહેદર ધીર, વાચક કીર્તિવિજયગણિ હુઆ ગિરૂઆ ગુણગંભીર. જિનવિજય પંડિત તેહના રે તેને કથને એહ, શ્રી શ્રીપાલ નરિંદની, મેં કીધી ચેપાઈ નેહ. સત્તર અડવીસે કરી રે, ચોપઈ એહ ઉદાર, દીવાલી દીવસે સુખે શ્રી, કિસનગઢે જયકાર. દશમી છઠા ખંડની યે ધન્યાસીમેં ઢાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org