________________
અઢારમી સદી
[૧૭] યશવિજય-જશવિજય (૭) તથ્થરણસેવક..વિજયગણિના શ્રી રાજનગરે.
આ લેખ અમદાવાદમાં સં.૧૭૪૫માં કેતરાવેલે ને ડભોઈમાં લઈ જઈ સ્થાપિત કરેલ. આ પરથી સં.૧૭૪૫ની સાલ તેમના સ્વર્ગગમનની અત્યાર સુધીમાં ગણાતી, તે બ્રમણ હતી એમ સિદ્ધ થયું છે.
તેમના જીવનની કેટલીક ઘટનાઓ અંતરંગ પ્રમાણથી મળી આવે છે તને ઉલેખ કરીશું. સંસ્કૃતમાંના પોતાના તર્કભાષામાં પ્રશસ્તિ રૂપે જણાવે છે કે “કાશીમાં પ્રથમ તો પંડિતોએ પિતાને “ન્યાયવિશારદ' નામનું બિરુદ આપ્યું હતું અને પાછળથી જ્યારે સો (૧૦૦) ગ્રંથ રચ્યા ત્યારે “ન્યાયાચાર્યનું મહાન પદ આપવામાં આવ્યું.” આ ન્યાયાચાર્ય પદ અપાવનાર આ સે ગ્રંથ કયા તેને તો હજી સુધી કાંઈ પણ પત્તો મળતું નથી કારણકે જે ગ્રંથે હાલ મળે છે તે પ્રાયઃ કરીને બધા કાશીથી આ દેશમાં આવ્યા પછીના કરેલા છે. કાશીમાં રચેલું એક પણ પુસ્તક હજી સુધી હસ્તગત થયું નથી. આ ઉપરાંત ભાષારહસ્ય' નામના
સ્વરચિત સં. ગ્રંથમાં પ્રારંભે કરેલા ઉલેખથી જણાય છે કે તેઓશ્રીએ ‘રહસ્ય” પદ વડે અંકિત એવા એકસો આઠ (૧૦૮) ગ્રંથ રચવા ઇચ્છયા હતા. આમાંથી કેટલા રમ્યા તે સંબંધે કાંઈ પણ હકીકત મળી નથી. માત્ર આમાંના ભાષારહસ્ય’, ‘ઉપદેશરહસ્ય” અને “નયરહસ્ય” નામના ત્રણ જ ગ્રંથ મળ્યા છે.
પાટણના એક ભંડારમાં એક છૂટક પાના પર કોઈએ કરેલી “સંવત ૧૭૬૭ વર્ષ કાતી શુદિ ૨ દિને પત્તન મળે ઉપાધ્યાય શ્રી યશોવિજય કૃત ગ્રંથા” આવા મથાળાવાળી નોંધમાં ૧૧ ગ્રંથની ટીપ એ પ્રમાણે છે કેઃ ૧. વીરસ્તવટીકા લોકસંખ્યા ૧૨૦૦૦, ૨. સિદ્ધાંતમંજરીટીકા, ૩. અલંકારચૂડામણિટીકા ૧૪૦૦૦, ૪. કાવ્યપ્રકાશટીકા, ૫. અનેકાંતવ્યવસ્થા ૮૦૦૦, ૬. તત્ત્વકવિવરણ, ૭. જ્ઞાનાર્ણવ, ૮. વેદાંતનિર્ણય, ૯, તત્વાર્થ ટીકા, ૧૦. કૂપદષ્ટાંતવિશદીકરણ, ૧૧. આનંદઘન બાવીસી બાલાવબોધ. આ સિવાય બીજા અલભ્ય ગ્રંથોનાં નામ ભંડારની ટીપોમાંથી જે જાણવામાં આવ્યાં છે તે આ છેઃ '
૧૨. અધ્યાત્મોપદેશ, ૧૩. આત્મખ્યાતિ, ૧૪. છંદથડામણિટીકા, ૧૫. જ્ઞાનસારચૂર્ણિ, ૧૬. વિવેક, ૧૭. ત્રિસૂવ્યા કવિધિ, ૧૮. પ્રમારહસ્ય, ૧૯. સ્યાદ્વાદરહસ્ય, ૨૦. માર્ગ પરિશુદ્ધિ, ૨૧. વિચારબિંદુ, ૨૨. વિધિવાદ, ૨૩. લડપ્રકરણ, ૨૪, મંગલવાદ, ૨૫. દ્રવ્યાક, ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org