________________
વિનયવિજ્ય ઉપા. [] જૈન ગૂર્જર કવિઓ: ૪ દીક્ષા લીધી ને જે વિજયસિંહસૂરિના સંસારપક્ષે ભાઈ થાય ને જેમને સં.૧ ૬૭૦માં પંડિત પદ મળ્યું હતું તે જુદા છે. આપણું કવિ વિનયવિજયના પિતાનું નામ તેજપાલ અને માતાનું રાજશ્રી હતું. તેમણે સંસ્કૃતમાં કપસૂત્ર પર “સુખબાધિકા” નામની ટીકા સં.૧૬૯૬ જેઠ સુદ ૨ ગુરુને દિને, “લેકપ્રકાશ' નામને મહાગ્રંથ સં.૧૭૦૮ જેઠ સુદ ૫ જૂનાગઢમાં, હેમલઘુપ્રક્રિયાને વ્યાકરણગ્રંથ સં.૧૭૧માં સોપજ્ઞ ટીકાસહિત રાધનપુરમાં, “નયકર્ણિકા” નામને નય પર ૨૩ લેકને ટ્રકે અલ્પગ્રંથ દીવમાં, અને “શાંતિસુધારસભાવના” નામને જુદાજુદા રાગોમાં સંસ્કૃતમાં ૧૬ ભાવનાઓ પરને – એ ગ્રંથ રચેલા છે. સંસ્કૃતમાં એક વિજ્ઞપ્તિ નામે “આનંદલેખ વિજયાનંદસૂરિ પર સં.૧૬૯૪માં લખેલી છે તે અપ્રસિદ્ધ છે જેની પ્રત મુનિશ્રી અમરવિજ્યજી પાસે છે; અને પછીથી વિજયપ્રભસૂરિ પર લખેલી બીજી વિજ્ઞપ્તિ નામે “ઈદુદૂત' જોધપુરથી પિતાના આચાર્ય પર સુરત મોકલી છે તેમાં આબુ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ્ચે અને પછી સુરતનું સુંદર વર્ણન કર્યું છે. તે પ્રાચીન કાવ્યમાળામાં પ્રકટ થઈ છે. તે માટે જુઓ “વિજ્ઞપ્તિત્રિવેણી” (શ્રી જિનવિજયજી). તેમને એક શિલાલેખ મળે છે તે આ પ્રમાણે છે: “સં.૧૭૧૦ના જ્યેષ્ઠ શુદ૬ ગુરૂને દિને શત્રુંજય ઉપર ઉગ્રસેન (આગ્રા શહેર) વાસી એસવાલ જ્ઞાતીય વૃદ્ધશાખીય અને કુહાડગેત્રીય સા. વર્ધમાન (સ્ત્રી વાલ્હાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન અને ઋષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પિતાના પિતા (વર્ધમાન)ના વચનથી તેના પુણ્ય માટે આ સહસ્ત્રકૂટ તીથ કરાવ્યું અને પોતાની જ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં શત્રુંજય તીર્થ સંબંધી કાર્યોની દેખરેખ રાખનાર પંડિત શાંતિવિજયગણિ, દેવ વિજયગણિ અને મેઘવિજયગણિએ સહાયતા કરી છે.” આ લેખ ખરતરવસહી ટૂંકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારની બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દીવાલ ઉપર એક શિલાપટ્ટમાં ૪૩ પંક્તિમાં કોતરેલો છે. શત્રુંજયના શિલાલેખમાં આ સૌથી આધુનિક છે. (જુએ લેખાંક ૩૨, પ્રાચીન જૈન લેખસંગ્રહ, શ્રી જિનવિજયજી સંપાદિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org