________________
યશવિજય જશવિજય [૧૪] જૈન ગૂર્જર કવિઓ ધનવિજયજીની વિદ્યમાનતામાં હીરવિજયસૂરિનાં પગલાંની સિદ્ધાચલ ઉપર
સ્થાપના કરી પ્રતિષ્ઠા કરાવી હતી. વિશેષ માટે જુઓ સં.૧૬૫૫માં તેમના શિષ્ય જયવિજયજીએ (નં.૫૯૫) રચેલો “કલ્યાણવિજય રાસ' (જે મારી જૈન ઐતિહાસિક રાસમાળા' ભા.૧માં પ્રગટ થયેલ છે) અને “સૂરીશ્વર સમ્રાટ' પૃ.૯૬ અને ૨૪૨થી ૨૪૫.) આ કલ્યાણવિજયજીએ ધર્મસાગરજીના ઝઘડામાં પાટણમાં સારે ભાગ લીધો હતા. (જુઓ એ.રા.સં. ભાગ કશે.) હવે ઉપરોક્ત લાભવિજય વૈયાકરણચૂડામણિ હતા, અને તેઓ અકબર બાદશાહને મળવા હીરવિજયસૂરિ પોતાના ૧૩ સાધુઓ સાથે ગયા તે પૈકી એક હતા. (સૂરીશ્વર અને સમ્રાટ, પૃ.૧૦૯).
યશોવિજયજી મહાપુરુષ, જ્ઞાનકુંજ, પ્રતાપી પ્રખર વિદ્વાન થઈ ગયા તે નિઃશંક વાત છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિ જેવા વિદ્વાન જૈનશાસનમાં એક જ છે; અને તેમની પછી લગભગ એક હજાર વર્ષ પછી આ યશોવિજયજી જનશાસનના સદ્દભાગ્યે અઢારમી સદીમાં થયા.
સુજસવેલી ભાસ” એ નામની ટૂંકી કૃતિ તેમના સંબંધે પિતાની ભક્તિ દાખવવા કે ભાવિ પ્રજાના ઉપકાર માટે, ગમે તે કારણે પાટણના સંધના આગ્રહથી કાંતિવિજય નામના મુનિવરે યશોવિજયજીના ગુણગણને પરિચય આપવા રચી છે. તેમાં જણાવ્યા મુજબ [કુર્યાલી શારદ' (મૂછાળી સરસ્વતી)ના બિરુદને ધારણ કરનાર તેઓ બાલ્યવયથી જ મહાવિદ્વાન હતા. એમને જન્મ ગૂજરધરાના કહેડૂ– કહેડુ ગામમાં નારાયણ વ્યવહારી(વણિક)ને ત્યાં તેની ગૃહિણું સૌભાગ્યદેથી થયા હતા. સં.૧૬૮૮માં પંડિતવર્ય નયવિજય કુણગેર ચોમાસું રહી કહેડે આવતાં માતા પુત્રસહિત તે ગુરુના ધર્મોપદેશથી વિરાગ્યવાન થતાં અણહિલપુર પાટણ જઈ ગુરુ પાસે દીક્ષા લીધી. જશવંતનું નામ યશોવિજય રાખ્યું. તેના બીજા ભાઈ પઘસિંહે પણ પ્રેરિત થઈ દીક્ષા લીધી, તેનું નામ પતાવિજય. આ બનેને વડી દીક્ષા તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિએ સ્વહસ્તે આપી. ગર પાસે શ્રતાભ્યાસ કર્યો. સં.૧૯૯૯માં રાજનગર – અમદાવાદમાં સંધ સમક્ષ યશોવિજયે અષ્ટ અવધાન કર્યા. સંધમાં એક અગ્રણી નામે શાહ ધનજી સૂરાએ ગુરુને વિનંતી કરી કે આ બીજા હેમાચાર્ય થાય તેમ છે. કાશી જઈ યે દર્શનના ગ્રંથને અભ્યાસ કરે તે કામ પડે જિનભાગને ઉજજવલ કરી બતાવે તેમ છે. તેમણે આ માટે ખર્ચ કરવા તૈયારી બતાવી. આથી ગુરએ કાશી પ્રત્યે વિહાર કર્યો, શ્રાવકે નાણાં મોકલ્યાં અને કાશીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org