SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૩] યશે વિજય-જશવિજય ૮૮૫. યશોવિજય-જશવિજય (ત. હીરવિજય-કલ્યાણવિજય લાભવિજય-જિતવિજય અને જયવિજયશિ) આ કવિ તાકિકશિરોમણિ, પ્રખર વિદ્વાન અને ધુરંધર પ્રભાવક થયા છે. હેમચંદ્રાચાર્ય પછી સર્વશાસ્ત્રપારંગત, સૂક્ષમદ્રષ્ટા અને બુદ્ધિનિધાન યશોવિજયજી જેવા જૈનશાસનમાં કોઈ થયેલ નથી. તેમના સંબંધમાં લખતાં પહેલાં તેમના પ્રગુરુ ગુરુ કલ્યાણવિજયજી માટે હકીક્ત મળી છે કે ગુજ. રાતના પાલખડી નામના ગામમાં પ્રાવંશી સંઘવી આજડના પૌત્ર નામે રાજસીને પુત્ર થિરપાલને ગુજરાતના સુલતાન મહમૂદશાહે (પહેલો બેગડ) લાલપુર ગામ ભેટ આપ્યું. તે થિરપાલે સં.૧૫૬૩માં લાલપુરમાં જિનમંદિર બંધાવ્યું. તે થિરપાલના પૌત્ર હરખાશાને ભાર્યા નામે પૂજીથી ઠાકરશી નામે પુત્ર સં.૧૬૦૧ આસો વદ ૫ સોમવારે જો . તે ઠાકરશીને સં. ૧૬૧૬ના વૈશાખ વદ -ને દિને ત. હીરવિજયસૂરિએ મહેસાણામાં દીક્ષા આપી કલ્યાણવિજય નામ આપ્યું, અને સં.૧૬૨૪ના ફાગણ વદ ૭ને દિવસે પાટણમાં વાચકપદ (ઉપાધ્યાયપદ) આપ્યું. વ્યાખ્યાનકળા ઘણી સરસ હતી અને ચારિત્ર ઉત્તમ પાળતા તેથી લકે પર સારી છાપ પાડી શકતા. તેમણે રાજપીપળામાં રાજા વછત્રિવાડીની સભામાં બ્રાહ્મણ પંડિતોને જીત્યા હતા. તેમણે ગુજરાત, માલવ વગેરે દેશોમાં બહુ વિહાર કરી અનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (હાલ જયપુર રાજ્યના) વેરાટ નગરમાં અકબરના અધિકારી ઇદ્ધરાજે કરાવેલા ઇદ્રવિહાર નામે ભવ્ય પ્રાસાદમાં પાર્શ્વનાથની બિંબપ્રતિષ્ઠા કરી હતી સં.૧૬૪૪. આ પ્રાસાદમાંનું હાલ પાર્શ્વનાથ મંદિર કહેવાય છે તે દિગં. નરેના તાબામાં છે. આ પ્રાસાદની પ્રશસ્તિ કલ્યાણવિજયના એક પ્રમુખ વિદ્વાન શિષ્ય અને આપણું આ સુપ્રસિદ્ધ જૈન તાર્કિક અને મહાન લેખક યશવિજય ઉપાધ્યાયના ગુરુ પંડિત નયવિજયના ગુર લાભવિજયગણિએ રચી હતી. (જુઓ વિરાટને લેખ નં.૩૭૯, પ્રાચીન જન લેખ સંગ્રહ, મુનિશ્રી જિનવિજયજી સંપાદિત.) ત્યાર પછી કલ્યાણવિજયજીએ ગુજરાતમાં વિહાર કર્યો. હીરવિજયસૂરિને સ્વર્ગવાસ થયા પછી તે જ સાલમાં એટલે સં. ૧૬૫૨ને માગશર વદ ૨ ને સોમવારે તેમના ભક્ત ખંભાતના સંઘવી ઉદયકરણે વિજયસેનસૂરિના હાથે મહેપાધ્યાય કલ્યાણવિજય અને પંડિત ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy