________________
આનંદઘન
| [૨] જૈન ગૂર્જર કવિએ ૪ છે કે દરેક તેને સૂત્ર માફક મોઢે કરી તે પર પિતાનાં ભાષ્ય, ટીકા કે અર્થ કરી આનંદ અનુભવે તેમ છે. તે દરેકની મીમાંસા કરતાં તે કવિના સંબંધમાં ઘણું મળી આવે છે. તેઓ તે સમયમાં એક આદર્શ યેગી - મહાવીર પ્રભુ કે જેમને દીર્ધ તપસ્વી એ નામ આપેલું સાર્થક છે તેના ગીપુત્ર – હતા, અનુભવી આગમજ્ઞાતા તત્વજ્ઞાની હતા. કવિ તરીકે તેમની સ્પષ્ટ, સાથે ગૂઢાયવાળી વાણી, તેનાં પદોની સુશ્લિષ્ટતા, પદલાલિત્ય મનને મુગ્ધ કરે તેમ છે. કબીરનાનકાદિનાં પદે કરતાં પણ તેમનાં પદે ચડી જાય તેમ છે. પ્રફુલ વિકસિત કમલ જેવું આત્મજ્ઞાન
સ્થળે સ્થળે દેખાય છે. ખરા વૈરાગ્યની સુગંધ જ્યાંત્યાં પ્રસરે છે. વિચારની વિશાલતા, હૃદયની ઉદારતા મહાસુધારકને છાજે તેવી છે. જુઓ પદ કોઈ રામ કહે રહેમાન કહે કેઈ...” તેમના સંબંધી અનેક ચમત્કારિક વાતે સાંભળવામાં આવે છે. (આ સર્વ સંબંધી જાણવા માટે જુઓ રા. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ તૈયાર કરેલ “આનંદઘન પદ્ય રત્નાવની પ્રથમ વિભાગની પ્રસ્તાવના, સ્વ. શ્રી બુદ્ધિસાગરજીકૃત આનંદઘન પદસંગ્રહની પ્રસ્તાવના, જૈન કાવ્યદેહન'માં સ્વ.શ્રી મનસુખલાલ રવજી મહેતાએ લખેલી પ્રસ્તાવના, મારે અંગ્રેજીમાં શ્રીમદ્દ યશોવિજયજી પર નિબંધ વગેરે.)
આમ છતાં પણ વિશ્વસનીય હકીકતો આ યોગી કવિ સંબંધી જળવાઈ નથી, કારણકે તેઓ કોઈ આચાર્યની પદવી પામેલા નહતા તેમજ કઈ ગ્રંથ લખી તેમાં પિતાની લાંબી પ્રશસ્તિ પોતે આપવાની કાળજી રાખે તેવા તે નહતા. તેમની મસ્તીમાં નામ કીતિને સ્થાન નહોતું. છતાં પણુ યશોવિજયજીએ તેમને પર બતાવેલી આઠ પદની સ્તુતિ - “અષ્ટપદી પરથી જણાય છે કે યશોવિજયજીએ તેમને પરિચય લીધો હતો અને “પારસ સંગ લોહા જે ફરસત, કંચન હેત હી તાકે કસ, આનંદઘનકે સંગ સજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયે સુજસ” એમ થશેવિજયજી મુક્તકંઠે સ્વીકારે છે. તેમને ઉત્તરવયમાં મોટા ભાગે મેડતામાં વાસ હતો અને ત્યાં જ દેહત્યાગ થયો હોય ત્યાં એક પડી ગયેલ ખંડેરને આનંદઘનજીને ઉપાશ્રય એમ કહેવામાં આવે છે. ત્યાંના લોકો કહે છે કે આ ઉપરાંત મેડતામાં આનંદઘનજીને સ્તૂપ (મૃત્યુસ્તંભ) હતો પણ તેને પત્તો મળતો નથી. તેઓ સત્તરમી સદીના મધ્યભાગ સુધી [અઢારમી સદીના આરંભ સુધી] હતા એ હકીકત અનુમાનથી પુષ્ટ થાય તેમ છે.
જ્ઞાનસારજી જણાવે છે કે સં.૧૮૨૫થી “આનંદઘન ચોવીશી પર મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org