________________
ઋષભદાસ
[૨૪]
જૈન ગૂર્જર કવિએ : ૩
વિસલદેવ વસાવ્યું હતું ત્યાંના મૂલ વતની હતા. અને પછી તેના પુત્ર સાંગણુ ખંભાતમાં વસ્યા અને સમૃદ્ધિ પામ્યા. મહિરાને સંધ કાઢી શત્રુ જયની જાત્રા કરી હતી અને સાંગણે પણ તે જ પ્રમાણે સંઘવી’ (સંધપતિ) તરીકે ખ્યાતિ મેળવી હતી. કવિ પતે શ્રાવકના જે આચાર જૈન શાસ્ત્રમાં જણાવેલા છે તે ધણી દૃઢતાથી પાળતા, મુનિઓની શુશ્રૂષા કરી તેમની પાસેથી મેધ લેતા અતેજિતની પૂજા મંદિરમાં જઈ હંમેશ કરતા. તેમણે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વરની યાત્રા કરી હતી અને ધણા વિદ્યાથી આને ભણાવ્યા હતા. આ પરથી જણાય છે કે તેએ ધર્મચુસ્ત, સંસ્કારી, બહુશ્રુત અને શાસ્ત્રાભ્યાસી હતા. પેાતે સંધવી' એ વિશેષણ પેાતાને આપે છે તે પરથી તેમણે પણ સંધ કાઢયો હોય એમ જણાય છે, પોતાને સુલક્ષણી પત્ની, બહેન, માંધવ, અને એકથી વધારે બાળા હતાં. ઘેર ગાયભેંસ દૂઝતી હતી અને લક્ષ્મી પણ પ્રસન્ન હતી. કવિ તરીકે ગૂર્જર પ્રાચીન કવિશામિણ તરીકે પ્રસિદ્ધ થયેલ પ્રેમાનદ, શામળ અને અખાના પૂર્વગામી પાતે છે અને પેાતાની વણ નશૈલી, શબ્દ ચમત્કૃતિ, ભાષાગૌરવ તે કવિની સરખામણીમાં ઊતરતાં હાઈ શકે તેમ નથી. સરસ્વતીદેવી પ્રત્યે સંપૂર્ણ ભક્તિ હ।ઈ તેમની હમેશાં સ્તુતિ કરી પેાતાની કૃતિઓને પ્રારભ કરેલ છે અને જનશ્રુતિ પ્રમાણે તેમણે તે દેવીને આરાધન કરી પ્રસન્ન કરી હતી અને દેવીને પ્રસાદ મેળવ્યા હતા. પોતે શ્વેતામ્બર તપગચ્છના હતા અને પેાતાના ગુરુ તરીકે પ્રસિદ્ધ વિજયસેનસૂરિને અંગીકૃત કર્યાં હતા, અને તેમની પછી વિજયદેવસૂરિને થાડે। સમય સ્વીકાર્યા પછી વિજયતિલકસૂરિને અને તેમની પછી વિજયા ગુંદસૂરિને સ્વગુરુ તરીકે લેખ્યા હતા. તેમના સમયમાં જ પ્રખ્યાત ધસાગરજીના ગ્રંથના ઝઘડા થયા. દેવ અને અણુસુર-આણુંદ પક્ષેા થયા કે જે ઝધડાનું સ્વરૂપ ઐતિહાસિક રાસમાળા' ભાગ ચેાથામાં આપેલ ‘વિજયતિલકસૂરિ રાસ' પરથી સ્પષ્ટ જણાશે. કવિએ ઘણી કૃતિઓ રચી છે તેમાં કેટલીક સંસ્કૃત ચરિત્રા પરથી પેાતાની કવિ-કેળવણીથી સુંદર અને અલંકૃત બનાવી છે, અને કેટલીક સ્વતંત્ર છે. કવિએ રાસાએ ઉપરાંત અનેક સ્તવનસ્તુતિ-સ્વાધ્યાય રચેલ છે અને એમની સ કૃતિએ પ્રસિદ્ધ થવા યોગ્ય છે.
આના સંબંધી વિસ્તૃત વિવેચન શ્રાવક કવિ ઋષભદાસ' એ નામથી નિખ`ધ સુરતની ગુજરાતી સાહિત્યપરિષદમાં મે લખી મોકલેલે તે ત પરિષદના રિપોર્ટમાં પ્રકટ થયેલ છે, તેમજ જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org