________________
૪૮૫
સત્તરમી સદી
[૨૩]
કપલદાસ મુનિગુણ ગાઇયઈ રતનપાલ રિષિરાય, ગુણ અનંત છઈ સાધુના, કેતા મુખિ કહવાઈ. મુ. સહસ જીભ જઉ મુખિ હવઈ, તઉ પિણ પૂર્ણ ન થાઈ. મુ. ૪૯૨ સેલહ સઇ છાબ]સાઠિ સમયઈ, મહિમાવતિ પુર માહિ. મુ. દીપોત્સવિ પૂરણ થયઉ, એહ પ્રબંધ ઊમા હિ. મુ. ૪૯૩ સીતલનાથ પસાઉલઈ, પ્રબંધ રચ્યઉ મનરંગિ. મુ. ભણતાં ગુણતાં સંપજઈ, નવ નિધિ સુખ અભંગ. મુ. ૪૮૪ ખરતરગછિ ગુરૂ પરગડ, તેજઈ જીપઈ સૂર, મહિમાવંત મુણસરૂ, શ્રી જિનમાણિકસૂરિ. શિષ્ય વિનયગુણ શોભતા, વિનયસમુદ્ર ગણીસ, મુ. વાદી-ગજમદ ગંજતા, પ્રતપઈ છઈ તસુ સીસ. મુ. ૪૯૬ વાચક વાદિસિરમણ, શ્રી ગુણરતન મુણિંદ, તાસુ સસ ગણિ ઇમ ભણઈ, રતનવિલાસ આણંદિ. મુ. ૪૯૭ શ્રી ખરતરગચ્છ રાજીયઉ, યુગપ્રધાન જિણચંદ, મુ. જોવાદ ભાગઈ ભર્યઉ, પ્રત૫૩ જા રવિ ચંદ. મુ. ૪૯૮ તાસુ રાજિ મઈ ઇમ ભણ્યઉ, મુનિવરચરિત પ્રકાસ, મુ.
એહ પ્રબંધ સુણતાં હવઇ, અંગઈ અધિક ઉલ્લાસ. મુ. ૪૯૯ (૧) તત્કાલીન પ્રતિ, ૫.સં.૧૯, ભુવન. પિ.૧૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૪-૯૫] ૬૩ર, ૨ષભદાસ (શ્રાવક)
કવિ ખંભાતના શ્રાવક હતા. પિતાના વતન ખંભાતનું વર્ણન થોડા વિસ્તારથી પિતાની કૃતિઓને અંતે આપેલું છે તે પરથી સંવત સત્તરમાં સદીમાં તેની રચના, ત્યાંની જનસ્થિતિ, રાજસ્થિતિ, લેકને પહેરવેશ કેવા પ્રકારનાં હતાં તે જણાઈ આવે છે. આ નગરનાં ખંભનગર, ઋષભનગર, ત્રંબાવતી, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી એ જુદાં જુદાં નામ કવિએ કહ્યાં છે તે વાત પણ તેની ઐતિહાસિક બીનામાં વધારે કરે છે. આપણે ત્રબાવતી નગરી અને તેમાંના માણેકચોક વિશેની લોકવાર્તાઓ ધણી સાંભળી છે તે તે જનકથાનું વર્ણન કદાચ આ ખંભાત નગરની અપેક્ષાએ હેય. કવિ પિતે વીસા પ્રાધ્વંશીય (પોરવાડ) વણિક હતા. તેમને જન્મ ખંભાતમાં માતા સરૂપાદે અને પિતા સાંગણુથી થયો હતો. તેમના પિતામહનું નામ મહિરાજ હતું. મહિરાજ વિસનગર કે જે રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org