________________
સત્તરમી સદી
[૩૯] . વિજયશેખર આદિ
ધૂરિ દુહા સ્વસ્તિથી સુખદાયની, શ્રી વિદ્યા સુવિખ્યાત, પ્રણમસિ પરમાનંદ સિઉં, માગું બુદ્ધિ સુવિહાત. મોહન તનૂ વર મંજરી, મહીયલિ મંગલરૂપ, સા શારદ તૂઠી દીયઈ, કવિતા વાણિ અન૫. પ્રણમ્ ગુરૂ માતાપિતા, જેહથી પામિઓ ન્યાન, કીડીથી કુંજર કર્યો, વપુએ વધારિઓ વાંન. શ્રી ગુરૂનઈ સુપસાઉલઈ, ઉપજિ મુઝ સુવિવેક, ગુણ ગાઉં શ્રી સાધના, સાહિજ દિઉ અતિરેક. ચકવીસે જિનવર ચતુર, આદિનાથ વધમાન, પ્રણમીજિઈ ધુરિ એહનઈ, લહીયઈ મુજનું દાન દાન સીયલ તપ ભાવના, ચ્યારે ધર્મ પ્રધાન, તેહ માહિં તપ સલહીયઈ, તપથી મોક્ષ નિદાન. આદરિએ તપગુણ જાણિનઈ, રિદ્ધિ લહી સુવિસાલ, તે શ્રી ચંદની ચઉ૫ઇ, ભાખિસિ અતિહિં રસાલ. નિર્વાણુવારઈ થયઉ, સેહગસુંદર સાર, તપીયુ તપ અતિ આકર૩, પુહતઉ ભવનઈ પારિ. નવ ખંડે એ ચઉપઈ, પ્રસિદ્ધ હુ તપતજિ,
ચતુર ભવ્ય સુણુઉ આદર, સાવધાન કરી લેજ. અંત – જીરણ ગ્રંથથી ઊધરિઓ, સરસ કથાકાલ રીમાઈ,
પંડિતજન સાધૂ કર૩, સુજનરંગ જાચુ બોલ માઈ. સેલહસઈ સુરાણુઈ કાતી, વદિ ગુરૂવારિ રી માઈ, હસ્ત નક્ષત્ર એકાદશી, પ્રીતિગ સુવિચાર રી માઈ. ૧૦ તિણિ દિન ગ્રંથ પૂરણ કરિઓ, સુગુરૂ તણિ આધારિ રી માઈ, નવ ખંડે એ વિસ્તરઉ, શ્રી ચંદ ચઉપઈ સાર રી માઈ. ૧૧ શ્રી અચલગછિ રાજયઉ, પ્રતપિ સૂરિજ તેજિ રી માઈ, શ્રી કલ્યાણસાગર સુરીશ્વરૂ, વંદીજઈ મનહેજિ રી માઈ. ૧૨ તસ આજ્ઞાકારી ભલા પાલીતાણીયા વંસિ રી માઈ, કમલસેખર વાચક પદઈ સાધુમઈ થયા અવતંસ રી માઈ. ૧૩ તસ શિષ્ય વાચક જાણુ, સત્યશેખર ગણિચંદરી ભાઈ, શિષ્ય વાચક કલાનિલઉ, વિવેકસેખર મુણિદ રી માઈ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org