________________
શાંતિકુશલ
[૧૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ રવિ શ્રી પિસાલ વડી ભટ્ટારક શ્રી લક્ષ્મીસાગર સૂરીશ્વરાણાં શિ. તેજસાગર શિ. રંગસાગર શિ. ગણિ રામસાગર લિ. સરસ્વતી પ્રસાદાત સુરત બિંદરે લિપીકૃત: પ.સં.૨૩-૧૫, ગુ. (૫) પ્રત ૧૮મી સદીની, પ.સં.૧૯, દાન. પિ.૧૩ નં.૨૩૮. (૬) પ.સં.૨૧, અભય. પિ.૧૧ નં.૧૦૧૮. (૭) સં.૧૭૨૫ ભા.વ.૮ બુધ ખેમશાખાયાં ઉ. સુમતિસિંધુરગણિ શિ. લબ્ધિવિલાસેનાલેખિ. ૫.સં.૨૬-૧૬, વિ.ને.ભં. નં.૪૫૫૩. (૮) ચુનીજી ભં. નયા ઘાટ કાશી (વે. નં.૬). (૯) સં.૧૭૩૪ શ્રા.વ.૫ નાગપુર મધ્યે મહે. કુશલધીર શિ. વા. કુશલલાભ લિ. પ.ક્ર.રથી ૧૯, અભય. નં.૨૪૪૫. જૈિહાપ્રોસ્ટા, મુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬૧-૬૬, ભા.૩ પૃ.૧૦૫૦-૫૫.] ૬૫૯ શાંતિકુશલ (ત. વિજયદેવસૂરિ–વિનયકુશલશિ) (૧૪૮૦) અંજનાસતી રાસ ૬૦૬ કડી .સં.૧૬ ૬૭ મહા સુદ ૨
આરંભ સુવર્ણગિરિમાં (જાલોરમાં), પૂર્ણ જસોલામાં આદિ
- રાગ આસાફરી દુહા સરસ વચનવર સરસતી, તું જગદંબા માય, કાશ્મીરી સમરૂં સદા, ષજૂરણઈ વરદાય. વીણાપુસ્તકધારિણ, કમંડલુ કરિ ભરિ ભારિ, હંસગમનિ હંસાસનિ, તું ભલઈ સિરછ કિરતાર. તું ભાગિણિ ઝિગમગઈ, જિમ ઝબઝબકઈ વીજ, તું સુરતરૂની મંજરી, તું અખર તું બીજ. આકાસઈ તું ઉજલી, ભૂતલિ કીધુ વાસ, પાતાલઈ તું પરગડી, ત્રિભવનિ લીલવિલાસ.
૧૯
રાસ રચેસ સતી અંજના, આલસ મ કરિ અયાણ, આવી તુઝ મુખ અવતરી, આજ હુઉ સુવિહાણ. આગે મનહિં હઉં, રાસ રચઉં મંડાણ,
જે વર લાધે શારદા, તે વચન કરૂ પરમાણ. ૨૦ અંત – રાસ રચ્ય સતી અંજના, મઈ જરની ચઉપઈ જોઈ રે,
અધિકુ ઉછઉં જે કહ્યું, મુઝ મિચ્છાદુકડ હેઈ રે. ૬૦૧ સંવત લઈ સતસઈ, માહા સુદિની બીજ વખાણું રે, સેવનગિરિ માંડિઉ, જલઈ પૂરૂ જાણું રે. ૬૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org