________________
ભુવનકતિગણિ [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૩
વિનતિ એતી વનવું, આપઉ નિરમલ બુદ્ધિ. જેસલમેર જગતગુરૂ, જીવનરૂપ જિર્ણોદ, પ્રભુતા ગુણ કરિ પરગડો, પરતખિ પરમાણંદ. એહ નવઉ ઓપઈ અધિક, પરમ સુખાકર પાસ, લીણુ જન જિહાંકિણ રહઈ, વંછિત થાનકિ વાસ. ઇષ્ટ મંત્ર પરિ એહનઉ, નવમંગલ કરિ નામ, ચીતારૂં નિત ચીતમઈ, અહનિસિ ગુણ અભિરામ. સંભારું સરસતિ સહી, સુપ્રસન સમિણિ સાચ, તુરત દીયઈ તૂટી થકી, બાલ ભણી વર વાચે. અચરિજ ઈક અધિકઉ કરે, દીઠે જસ દીદાર, જગ ઉનમૂલઈ જડપણ, સુખફલ ઘઈ સંસાર. સગતિ તુહારી સારદા, સાચી સુખ સહિનાણ, સમરણ તારઈ મંદ પિણ, હુવઈ બુધ ગુરૂ કવિ માણ. દત્ત કુસલ ગુરૂ દઉલતી, સાચા સાનિધિકાર, મહત વિહિત હિત મો ભણું, ઘઉ ગુરૂ આ દાતાર. તિમ પય પણમું સુગુરૂના, જેહ તણ સુપ્રસાદ, મૂઢમતી પિણ જન લહઈ, જગિ નિરમલ જસવાદ. સુણતાં ગુણ મેટા તણા, આતમ હુવઈ પરવત, સેવન વાણી જલ હુવઈ, સોવન સંગિ વદીત. મોટા જનના ચરિત્ર મુખિ, ભણતાં હુવઈ ભવ.અંત, કચપચ વાત તજી કરી, સુણિજ્ય તિણ હિવ સંત, શ્રી આદીસર-ચરિતવર, શેત્રુંજય મહાગ્ય, તિમ યુગાદિદેસન વલી, શાસ્ત્ર શાખિ એ ર. ભરત બાહુબલિ તણુઉ, ચરિત કહું ચિત લાઈ, જનમ કરૂં સફલઉ જગઈ, પાતક જેમ પુલાઈ. વીરા રસ ઈડાં અધિક છઈ, ચરિત્ર શાસ્ત્ર સભાવિ,
ઠામિઠામિ રસ ઓર પિણુ, સુણિજ્ય ભવિયણ ભાવિ. અંત - સંવત સેલ રસા ઋસિ માસઈ શ્રાવણુઈ રે,
સુદિ પંચમ ગુરૂવાર રે (૨) સિદ્ધિ પેગ બમ ભાવનઇ રે. ૭ જનમકલ્યાણિક જગગુરૂ સામી નેમિનાઈ રે. કીધઉ સુપ્રમાણ છહિ ખંડ રે (૨) વિસ્તરિ પંડિત જનઈ રે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org