________________
જયવ તસૂરિ
[90]
જૈન ગૂર્જર કવિઓ: ૨
ને ત્યાર પછી સૂરિપદ લઈ તેમના જ સમયમાં જુદી પ્રરૂપણા કરી પાતે ખંભાતમાં વડી પેાશાળમાં રહ્યા, તેથી તેમના ગચ્છ વૃદ્ધ પૌશાલિક તપગચ્છ અને ટ્રકમાં વડા તપગચ્છ તરીકે ઓળખાયા. (આ સ.૧૩૦૦ની પછીના ૨૫ વર્ષમાં બન્યું.) ત્યાર પછી આ વડતપગચ્છમાં રત્નાકરસૂરિ થયા કે જે પ્રસિદ્ધ રત્નાકર પચીશી'ના કર્તા ગણાય છે. તેમણે સં.૧૩૭૧માં શત્રુંજય પર સમરા શાહે કરાવેલી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ સૂરિના ગચ્છ રત્નાકરગચ્છ કહેવાયા. આ ગચ્છની ભૃગુકચ્છીય (ભરૂચી) શાખામાં અનેક આચાય થયા તેમાં વિજયરત્નસૂરિ નામના એક પ્રતિષ્ઠિત આચાય થયા કે જેના પ્રતિમાલેખે સ.૧૫૩૭ના ધા.પ્ર.સ. ભાગ પહેલાના લેખાંક ૩૪, ૫૮, ૫૨૭માં અને ભાગ બીજામાં સં. ૧૫૧૩, ૧૫૨૯ અને ૧૫૩૭ના અને નાહરકૃત સંગ્રહમાં સ.૧૫૩૦ના મળી આવે છે. તે પૈકી એક પરથી જણાય છે કે તેઓ વિજયધર્મસૂરિના પટ્ટધર હતા (વિજયધર્માંસૂરિ તે વિજયંતિલકસૂરિના પધર હતા). આ વિજયરત્નસૂરિના ધર્મરત્નસૂરિ નામના શિષ્ય થયા કે જેના પ્રતિમાલેખે સં.૧૫૪૪૫૩-૬૧-૬૫-૬૬ના ઉક્ત ભાગ બીજામાં મળી આવે છે. આ ધર્મ રત્નસૂરિએ સપતિ ધનરાજના સંધમાં આષુ વગેરે તીર્થાની જાત્રા કરી તે સધ સાથે મેદપાટ (મેવાડ)માં જઈ ચિત્રકૂટ (ચિતાડ) પર્વત ગયા ત્યાં તે વખતના મહાન સંગ(સૉંગ્રામસિંહ) રાણા(રાજ્ય સં.૧૫૬૫થી ૧૫૮૬)એ એમને મહા ઉત્સવથી પુરપ્રવેશ કરાવ્યા. તે નગરમાં પ્રખ્યાત કર્માશાના બાપ તેાલા શાહ ત સૂરિની ભક્તિ કરવા લાગ્યા. રાજસભામાં તે સૂરિએ પુરુષોત્તમ નામના બ્રાહ્મણુને વાદમાં પરાજિત કર્યાં. તાલા શાહે શત્રુંજય પર પહેલાં વસ્તુપાલે (સં.૧૨૯૮) કરાવેલી પ્રતિમા અને ત્યાર પછી સંગ્રામસિંહ સાનીએ સ’.૧૩૭૧માં ઉપરાક્ત રત્નાકરસૂરિજી પાસે પ્રતિષ્ઠિત કરાવેલી પ્રતિમા પર મુસલમાનેએ આક્રમણ કરેલ હોવાથી તેના ઉદ્ધાર કરવાની ઇચ્છા કરતાં ધર્મરત્નસૂરિએ જણાવ્યું હતું કે તે મનેરથ તેના પાંચ પુત્રામાંથી સૌથી નાના કર્માંશા પૂર્ણ કરશે અને તેની પ્રતિષ્ઠા પેાતાના શિષ્ય કરશે. પેાતે ત્યાં સ્વશિષ્ય નામે વિનયમ ડન પાઠક રાખી સંધુ સાથે ચાલી નીકળ્યા.. તે પાઠક પાસે કર્માશાએ ધાર્મિક અભ્યાસ કર્યાં. આ ધર્માંરત્નસૂરિના ખે પ્રધાન શિષ્યા હતા – એક વિદ્યામંડન (કે જેને સૂરિએ આચાર્ય સ્થાપ્યા) અને બીન ઉપરોક્ત વિનયમંડન.
–
ગુજરાતના બાદશાહ બહાદુરશાહને જ્યારે પોતાના મોટા ભાઈ સિકંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org