________________
સત્તરમી સદી
[૭૧]
જચવ તમાર
ગાદી પર હતા ત્યારે રિસાઈ ચિતાડ ગયા તે વખતે કર્માશાએ એને એક લાખ રૂપિયાની મદદ કરી હતી. પછી જયારે બહાદુરશાહ બાદશાહ થયા ત્યારે કર્માશાને ખેાલાવીને તેણે બહુમાન આપ્યુ.. કર્માશાએ ભાઇશાહનું ફરમાન લઈ શત્રુ ંજય પર ઋષભનાથ તથા પુંડરીકની મૂતિની સ.૧૫૮૭ વૈશાખ વિદ ૬ રવિવારને ક્રિને પ્રતિષ્ઠા કરી અને તે આ વિદ્યામંડનસૂરિના હસ્તે જ કરવામાં આવી. આ વિદ્યામંડનસૂરિના પ્રતિમાલેખ સ.૧૫૮૭ના ભાગ ખીજામાં અને સ‘૧૫૯૭ના ભાગ પહેલાના લેખાંક ૧૧૦૭માં મળે છે. આ સૂરિના શિષ્યા નામે જયમંડન, વિવેકમંડન, રત્નસાગર, સૌભાગ્યરત્ન (પછીથી સૂરિ થયેલા કે જેને પ્રતિમાલેખ ભાગ બીજામાં સં.૧૬૩૪ના મળે છે.) અને સૌભાગ્યમ`ડન હતા, કે જે બધા શત્રુંજય પર ઉક્ત ઉત્સવ પ્રસંગે હાજર હતા. આ પૈકી વિવેકમંડને ચિંતેાડમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથનાં ઉક્ત કર્માશાએ મદિરા બંધાવેલાં તેમાં પ્રતિષ્ઠા કરી હતી.
વિનયમ ડન પાઠક ઉપાધ્યાયે પણ ઉપરોક્ત શત્રુ ંજયના ઉત્સવમાં સારા ભાગ લીધેા હતા. તેમના શિષ્ય વિવેકધીરણ અને આપણા કવિ જયવંતસૂરિ. વિવેકધીરે ઉક્ત ઉત્સવની પ્રશસ્તિ સૌંસ્કૃતમાં રચી. તે ઉપરાંત તે જ સમયમાં લાવણ્યસમયે (જુએ ન.૧૫૬) આ કર્માશાના ઉલ્હારની નાની પ્રશસ્તિ સંસ્કૃતમાં પેાતાના હસ્તથી લખી છે (સં.૧૫૮૭) કે જે પ્રશસ્તિ હાલ શત્રુંજય પર ઊતરેલી વિદ્યમાન છે. વિવેકધીરગણિ શિલ્પશાસ્ત્રમાં અપ્રતિમ નિપુણ હતા ને તેમણે ઉક્ત તીર્થંહારના કાર્યમાં સૂક્ષ્મ નિરીક્ષણુશક્તિ વાપરી છે તે શિલ્પીઓના નિર્માણુ પર પૂરી દેખરેખ રાખી છે કે જેનું સુફલ હાલ જૈન પ્રા ભાગવે છે. આ ગણિના ગુરુભાઈ જયવ`ત પંડિતે સં.૧૬૧૪માં ગુજરાતી કવિતામાં શૃંગારમંજરી’નામના એક ગ્રંથ બનાવ્યા છે કે જેની રચના ઘણી સરસ અને સુંદર છે. આમાં શીલવતીનું ચરિત્ર વર્ણવેલું છે. (આ હકીકત સાક્ષર મુનિમહારાજશ્રી જિનવિજયજીના શત્રુંજય તીર્થાદ્વાર પ્રબંધની પ્રસ્તાવના પરથી લીધી છે. વિશેષમાં ત્યાંથી જોઈ લેવુ'.) આપણા કવિએ પછી સૂરિની પદવી પ્રાપ્ત કરેલી જણાય છે. સ.૧૫૮૭માં શત્રુ જયાËાર વખતે ૨૦ વર્ષની ઉંમર ઓછામાં ઓછી ગણીએ, અને ૧૬૪૩ની તેમની કૃતિ મળી આવે છે તે પરથી તે એછામાં ઓછુ ૭૬ વર્ષ જીવ્યા જણાય છે. (આ કવિને માટે જુએ ‘આત્માનંદ પ્રકાશ'ના વીરાત્ ૨૪૫૦ના ૧૦મા અંકમાં પ્રગટ થયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org