________________
સમયસુંદર ઉપા. [૩૬] જૈન ગૂર્જર કવિઓ: ૨ પ.સં.૫-૧૦, અનંત. ભ. (૯) પંડિત સુમતિ મણિના લિખિત સુશ્રાવિકા પુણ્યપ્રભાવિકા બાઈ કેસરી પઠનાય. ૫.સં.પ-૧૩, મારી પાસે. [આલિઈ ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૧૫૨, ૨૪૫, ૨૫૦, ૨૫૧, ૨૫૭, ૨૬૭, ૨૮૧, ૨૮૨, ૨૯૩, ૪૩૪, ૪૮૭, ૫૧૨, પ૨૧, પ૬૩).]
પ્રકાશિત ઃ ૧. જૈન પ્રબોધ પુસ્તક પૃ.૩૯૨. ૨, જૈન સઝાયમાળા પૃ.૩. ૩. ચૈત્ય. આદિ સં. ભા.૩. [૪. સમય સુંદર કૃતિ કુસુમાંજલિ. (૧૨૮૪) + ઘંઘાણી તીથ સ્તોત્ર ૪ ઢાલ ૨.સં.૧૬ ૬૨
ટૂંકમાં સાર એ છે કે ઘંઘાણી તીર્થની ઉત્પત્તિ સં.૧૬૬૨માં જ થઈ ને તે જ વર્ષના માહ માસમાં કવિએ તેની જાત્રા કરી. તે ગામ ધુમદેશ (૩) મંડાવર (8) સુરરાજાના દેશમાં આવેલું છે (આ સુરરાજા સિરોહીની ગાદી પર સં.૧૬૨૮થી ૧૬ ૬૭ સુધી રહેલા મહારાવ સુલતાન જણાય છે. જુઓ સિહીકા ઇતિહાસ” પૃ. ૨૧૭થી ૨૪૪) તે ગામમાં દૂધેલા નામનું તળાવ છે, ત્યાં ખોખર નામનું દેહવું હતું, તેની પાછળ બેદતાં એક ભોંયરું નીકળ્યું અને તેમાંથી પરંપરાગત મૂકેલે નિધાન મળી આવ્યો ને તેમાંથી પ્રતિમાઓ સં.૧૬૬૨ના જેઠ સુદ ૧૧ને દિને નીકળી (ચૈત્રી વર્ષ પ્રમાણે). સઘળી મળી ૬પ પ્રતિમામાં કેટલીક જૈન અને કેટલીક શૈવ હતી. જૈનમાં મૂલનાયક પદ્મપ્રભુ અને પાર્શ્વનાથ હતા, એક ચમુખ અને ૨૪ જિનની પ્રતિમા (ચઉવીસ) હતી. બીજી ત્રેવીસ જૈન પ્રતિમા કે જેમાં બેઉ કાઉસગ્ગિયા રહેતા તે સિવાય ઓગણીસ પ્રતિમા વીતરાગની – જિનની હતી. કુલ આમ ૪૬ જિનપ્રતિમા હતી. તે સિવાયમાં ઈંદ્ર, બ્રહ્મા, ઈશ્વર (શિવ), ચક્રેશ્વરી, અંબિકા, કાલિકા, અર્ધનારેશ્વરી, વિનાયક (ગણપતિ), જેગણું, શાસનદેવતા વગેરેની જન-જૈનેતર હતી. આ જિનપ્રતિમાઓ પાંચ રાજાઓ નામે ચંદ્રગુપ્ત, બહુસાર (બિન્દુસાર), અશોકચંદ્ર, કુણાલ અને સંપ્રતિ રાજાઓએ ભરાવી હતી અને તે પ્રતિમાને પરિકર -- ધૂપધાણું વગેરે પણ તે સમયને હતે. બે મુખ્ય પ્રતિમા પૈકી પદ્મપ્રભુની ઘણી સુંદર હતી. તે સંપ્રતિ રાજા કે જેને આરક્ષિતસૂરિએ પ્રતિબોધ કર્યો તેમની ભરાવેલી છે. વીરાત બસે ત્રણ આરક્ષિત સૂરિએ મહા સુદ ૮ ને રવિવારે શુભ મુદ્દત પ્રતિષ્ઠિત કરી એવી લિપિ તે પર જણાય છે. બીજી પ્રતિમા પાર્શ્વનાથની ત–અર્જુન સોનાની છે. એ અજૂન પાસ આ -અજુનપુરી – ઘંઘાણીના શણગારરૂપ છે તે ચંદ્રગુપ્ત ભરાવેલી અને વીરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org