SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૭] સમયસુંદર ઉપાચાર્યકથા સં.૧૬ ૬૬, સામાચારીશતક સં.૧૬૭૨ મેડતા, વિશેષશતક સં. ૧૬૭૨ મેડતામાં, ગાથાલક્ષણ સં. ૬૭૩ મેડતા, વિચારશતક સં.૧૬૭૪, અષ્ટલક્ષી શરૂ કર્યો સં.૧ ૬૪૯ અને પૂરો ર્યો સં.૧૬૭૬ લાહેરમાં કે જેમાં “રાજાને દુદત સૌખં' એ વાકયના આઠ લાખ અર્થો કર્યા છે (જઓ પીટર્સન ચતુર્થ રિપોર્ટ નં.૧૧૭૪ પૃ.૬૮), વિસંવાદશતક સં.૧૬૮૫, વિશેષસંગ્રહ સં.૧૬૮૫ લૂણકર્ણસરમાં, ગાથાસહસ્ત્રી સં.૧૬૮૬, જાતિહુયણ સ્તોત્ર પર વૃત્તિ સં.૧૬૮૭ પાટણમાં, દશવૈકાલિક સૂત્ર પર શબ્દાર્થવૃત્તિ સં.૧૬૯૧ ખંભાતમાં, વૃત્તરત્નાકરવૃત્તિ સં.૧૬૯૪ જાલોરમાં, તથા કલ્પસૂત્ર પર કલ્પક૯૫લતા નામની વૃત્તિ, રઘુવંશ પર વૃત્તિ, સંવાદસુંદર, ચાતુર્માસિક વ્યાખ્યાન, નવતત્ત્વ પર વૃત્તિ અને પ્રશ્નોત્તર સારસંગ્રહ આદિનો સમાવેશ થાય છે. સં.૧૬૪૧માં ભાવશતક ગ્રંથ રચ્યો અને સં. ૧૭૦૦માં ગુજરાતીમાં વૃદ્ધપણુમાં દ્રપદી સંબંધ' એ ગુજરાતી ભાષામાં રાસ રચ્યો ત્યારે ૧૬૪૧માં ૨૧ વર્ષની ઉંમર કવિની ગણીએ તો ઓછામાં ઓછું ૮૦ વર્ષનું આયુષ્ય ગાળ્યું હોય એમ પ્રાયઃ નિશ્ચિત થાય છે. આ ઉપરાંત એ પણ જણાય છે કે તેમણે સં.૧૬૭૬માં રાણકપુર (સાદડી પાસે) જાત્રા કરી અને સં.૧૬ ૮૨માં જેસલમેર પાસેના અસલ રાજધાની લાદવપુરના વતની ઘેર ભણસાલીએ જેસલમેરથી શત્રુંજય જવાને સંધ કાઢયો હતો, તેમાં પણ તેમણે સંઘ સાથે રહી શત્રુંજય યાત્રા કરી હતી. તેમ બીજાં અનેક તીર્થોની જાત્રા કરી હતી. વૃદ્ધપણમાં અમદાવાદ અને તે આસપાસ ગુજરાતમાં જ રહી સ્વર્ગવાસ કર્યો હોય તેમ સંભવે છે. સં.૧૬ ૭૨માં “વિશેષશતક સંસ્કૃતમાં રચેલ છે જેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે: શ્રીમખરતરગચ્છ શ્રીમજિનસિંહસૂરિ ગુરાયે સામ્રાજયે કુવણે યુગપ્રધાનાખ્ય બિરુદધરે. વિક્રમસંવતિ ભેચન મુનિ દર્શન કુમુદબાંધવ પ્રમિતે, શ્રી પાશ્વ જન્મદિવસે પુરે શ્રી મેડતા નગરે. યુગપ્રધાન પદવી શ્રી અકબરસા હિના, ચેભ્યો દત્તા મહાભાગ્યાઃ શ્રી જિનચંદ્રસૂરયઃ તેષાં શિષ્યો મુખ્ય સ્વહસ્તદીક્ષી સકલચંદ્રગણિઃ તછિળ્યસમયસુંદરસુપાઠકે તંતકમિદમ. (૧) સં.૧૭૨૭ વર્ષે શ્રાવણ ઘદિ ૩ દિને શનિવાર શ્રી ગુઢા મળે - : છે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy