SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૩૦૬] જૈન ગૂર્જર કવિઓ: ૨ મારિ. ૧૭ સૂત્ર અરથથી જિમ ગુરૂમુષિ સાંભલિઉજી, અરથ વષાણિઉ એહ, ઓછઉ અધિકઉ મિછાદુક્કડ મુહનઈ સુકવિ ષમ તેહ, ૧૮ શ્રી વિદ્યાશીલ સીસ સુપરિ સહામણિ પંડિત પુહુવિ પ્રવીણ, વિવેકમેરૂગણિ સંયમગુણ કરિ વિચરતાજી, હું તસ્ય ચલણે લીણ. ૧૯ ત્રિીજ જિનવર સંભવનાથ પસાઉલિઝ મુનિ જપઈ મુનિશીલ, જે નરનારી ભણસ્થઈ ગુણસ્થઈ સાંભલઈજી લષિ પરિ પામઈ લીલ. ૨૦ (૧) સં.૧૬૮૪ વર્ષે ભાદ્રવ વદિ ૧૪ ગુરુ. ઈડર બાઈઓને ભં. (૨) પ.સં.૩, દાન. પિ.૪૫. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૨-૯૩, ભા.૩ ૫.૮૭૯.]. ૬૦૮. સમયસુંદર ઉપા.(ખ. જિનચંદ્રસૂરિ-ઉપા. સકલચંદ્રશિ.) આ કવિ એક ઘણા પ્રતિષ્ઠિત અને ઉત્તમ કાવ્યકાર થયા છે. સં. ૧૬૪૯ના ફાગણ સુદ બીજે બહત ખરતરગચ્છના યુગપ્રધાન જિનચંદ્રસૂરિએ અકબર બાદશાહના કહેવાથી લાહોરમાં માનસિંહને આયાયપદ આપી તેમનું નામ જિનસિંહસૂરિ રાખ્યું તે સમયે તે જ જિનચંદ્રસૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર તથા ગુણવિનય (જુઓ નં.૫૪૯) એ બે સાધુઓને ઉપાધ્યાયપદ આપ્યું. અકબર બાદશાહે લાહોરથી જિનચંદ્રસૂરિને પોતાની પાસે બોલાવ્યા ત્યારે તે સૂરિએ બાદશાહ પાસે જવા વિચાર કર્યો અને તે વખતે સાથે સમયસુંદર કવિ પણ હતા. આ વિહાર ગુજરાતથી જાલેર, મેડતા, નાગોર એમ મારવાડમાંથી પસાર થઈ લાહેર સુધીનો હતો. એટલે ૧૬૪૯ પહેલાં કવિ ગુજરાતમાં જ રહ્યા હતા અને ૧૯૪૯માં લાહોરમાં ઉપાધ્યાયપદ મેળવી પછી તે બાજ ને વિશેષમાં મેવાડ-મારવાડમાં પ્રવાસ કર્યો છે અને તેથી તેમની મુખ્ય ગુજરાતી ભાષામાં અનેક દેશના પ્રાંતીય શબ્દો, મારવાડી, ફારસી શબ્દ જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેમાં રચનાલ જણાવેલ છે તે પરથી જણાઈ આવે છે. તેઓ સંસ્કૃત ભાષાના અચ્છા જ્ઞાતા હતા. તેમણે તેમાં રચેલા ગ્રંથે પરથી તેઓ એક સમર્થ વિદ્વાન, ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્રી, છંદશાસ્ત્રી અને અનેક ગ્રંથોના અવલોકનકાર હતા. તેમના ગ્રંથમાં ભાવશતક સં. ૧૬૪, પુણ્યનંદીકૃત રૂપકમાલા (ગુ.) પર સંસ્કૃત અવચૂર્ણિ સં.૧૬ ૬૩, કાલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy