________________
ઊજલ
[૨૮૨ જેન ગૂર્જર કવિઓ: ૨ કાંને કુંડલ રવિકિરણ, હાર ગલે મુકતાલ, નિવટિ ટિલું તપતાઈ, ઝાલિ ઝબુકે ગાલ. સિર સેવનમય રાખડી, વેણિ વાસિગ તર, દ્રધનુષ ઓ૫ જિસિ, સિંથે સિરિ સિંદુર. સરલી નાશા નિરમલી, દીપશિખા તિલકુલ, દંતપંક્તિ મુક્તામણી, અધર પ્રવાલી મુલ. ચંદ્રવચણ મૃગલોયણું, પિતઈણુ જિષ્ણુ સુકમાલ, મુગફલી કર અંગુલી, સબ નખ રંગ રસાલ. કટિ કેસરલંકી હૃદય, ઉનત પયોધર કુંભ, સદલી સાથલ દીપતી, કદલી ગરભ સથંભ. ચીર સોમલ ઓઢીયા, પહિરિઉ સવિ શિણગાર વીજચમક્કઈ ચાલતી, હસાગતિઈં અપાર. કલસ કમંડલ કરિ ગ્રહી, ધરી પુસ્તક કરિ એક, જપમાલા જગ મેહતી, વીણાનાદ વિવેક. ધાંને ત્રિભુવન વસિ કરી, હરિ બંભ પુરંદર દેવ, કર જોડી આગલિ રહી, કર તુમારી સેવ. કાસમીર-મુખમંડણ, મારકંડિ મનરંગ, સેવક ભાગ ભલા કરે, ચંદન ચરચે અંગ. ચંપે ભરૂઓ મગરે, કરણી કેવડ ફુલ, માલ ચડાવે માતને, વિવિધ રચે જાસુલ. તુઠી કોડિ કવીસરા, વિદ્યા દીધ વિવન, કવિત કલા સ કેલવે, ષટ દરસણ પ્રસન્ન. કર જોડી કવિ વીનવે, દિલ વિદ્યા વર આર, છંદ કવિત ગુણ ગાઇ, તે સવિ તુઝ આધાર. શારદ ધ્યાન હૃદય ધરી, આવી સુપન મઝારિ, દીધી માતમ ચાકરે, વાણી વિવિધ પ્રકાર. પાય નમી ભગતિઈ તવી, તુઠી જગદંબાય, બોલે વયણ નિસંક તું, જે આવે તુઝ દાય. માતાવચન મનિ હરખીઓ, પાંમી વરહ વિશેક, આગે ઉલટ છે ઘણુંઓ, કરિના કવિતા અનેક. કાલ અનાદિ સાત, મહામંત્ર નવકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org