________________
નયસુંદર
[૧૦૦] જૈન ગૂર્જર કવિઓ: ૨ શ્રી વિજયચંદ્ર સૂરીંદથી વૃદ્ધ તપાગચ્છ ઉદાર. મહા પ્રભાવક ગણધરૂ જસ નામે પરમાનંદ, પાટ્ટાનુપટ્ટ અનુક્રમે શ્રી રત્નસિંહ સૂરીશ. ગુરૂ વલ્લભ જ્ઞાનસાગર ઉદયસાગર સૂરિ, શ્રી લબ્ધિસાગર ગ૭પતી પ્રણમતાં પાતિક પૂરિ. તસુ પાટિ મહિમાવંત ગણધર શ્રી ધનરત્ન સુજાણ, શીષ અમરરત્ન સુરીસરૂ, વ્યાકરણ લીહ પ્રમાણ. તેજરત્ન સુરીવર ગુરૂ, સહેદર તાસ કેરા દેઈ, શ્રી દેવરતન સુરીસરૂ સહિગુરૂ પઢોધર જોઈ. ચારિત્રરયણભંડાર બુધ શ્રી ભાનુમેરૂ ગણદ, ધનરત્ન ગપતિ તણાં સેવક જયુ જા રવિચંદ. તસ શિષ્ય માંહિ દક્ષ પંડિત મુખ્ય માણિરત્ન, લઘુ બ્રાત કહે નયસુંદરે, કરૂં ભવિક ધર્મ યત્ન. દેહિલું માણસ જન્મ પામી, કરો આલસ દૂરિ, પૂજા કરે જિનરાજની, પ્રહિ ઉદય હૃતિ સૂરિ. અષ્ટપ્રકારી સતભેદી સારિઈ જિનની સેવ, પાપ સંઘ પરિહરી આરાધિ દેવાધિદેવ. લક્ષમી લહી કર વાવ, મમ થાઓ કૃપણ અજાંણ, પામી રે ધન મદ માણયે, મ કર આપ વખાણું સત્યવાણી સાર જાણું, વધું મીઠડી ભાષડી, તપ ભાવ ભગતે કરે સગર્ત, આરાધે વ્રત આષડી. પરનારિ દેશી ગુણ ઉવેષી, ચપલ મ કરો અબડી, અંગી અંગિ સુકતિ કારણિ જ્ઞાન દરશન પાંપડી. ક્રોધ તાપ શમવાને આરોગુ સરસ સમતા સેલડી, જિનઆણ સાધી કરો વરધી સિદ્ધિવધૂ શિ6 ગેલડી. પરમાંગ ચ્યારે લહી દુર્લભ પુણ્ય પાવડીએ ચડી, પરમાદ પાપી વશિ પડિને રષે જ લડથડી. નહિ વાર લાગે કાંમ જાગે હુંતા ઋહિ પીઆરડી, વરપુણ્ય કેરા કાજ કરિવા કે વિલંબ કરે ઘડી. સંધપૂજા સાહમીભગતિ પહિલી ચલાવુ ધર્મવાડી, ઓઢે સુશ્રાવી અલવિ અંગે દયા દક્ષણ ઘાટડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org