SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેગસુંદર " [૧૨] જેન ગૂર્જર કવિઓ: ૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ ૫૦૦. ત્યાં કવિ તપગચછના હેવાનું જણાવેલું પરંતુ વસ્તુતઃ એ ખરતરગચ૭ના છે. જુઓ ઐતિહાસિક જૈન, કાવ્યસંગ્રહ, પ્રસ્તા. પૃ.૪૧.] ૧૬૦. સંવેગસુંદર (વડતપગચ્છ-જયશેખરસૂરિ-જિનસુંદર ન સૂરિ–જિનરત્નસૂરિજયસુંદર ઉ. શિ.) જિનરત્નસૂરિના ધાતુપ્રતિમા પરના લેખ સં.૧૫૧૫, ૧૫૧૬, ૧૫૨૦, ૧૫૨૫, ૧૫૨૭ના મળી આવે છે અને તેમને શિષ્ય હેમસુંદરગણિ પણ હતા. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૨) નાહર. ૨ નં.૧૭૬૬માં એરવાડના જિનમંદિરમાં પ્રતિમાલેખ છે કે સં.૧પ૨૯ વ.શુ.૩ ગુરૂ શ્રી મંગલપુર(માંગરોળ)વાસી એસવાલ સેની સાયર આદિએ રવાડપુરે કરાવેલ ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની વૃદ્ધ તપાગચ્છ ભટ્ટારક શ્રી જયચંદ્રસૂરિ પટ્ટાવકંસ ભટ્ટા. શ્રી જિનસૂરિ શિષ્ય મહાપાધ્યાય શ્રી જયસુંદરગાણિશિષ્ય મહેપાધ્યાય શ્રી સવેગસુંદર, ગુરૂપદેશેન પ્રતિષ્ઠા કરી. તે સંવેગસુંદર તે આ કવિ છે. (૨૮૪) સાર શિખામણ રાસ ૨.સં.૧૫૪૮ માગશર સુદ ૧૦ માનુષ્ય પુરીમાં આ રાસમાં રાત્રિભોજનનિષેધ, જીવહિંસાત્યાગ, ગળેલું પાણી પીવું, અભય વસ્તુ ન ખાવી વગેરે શિખામણની વાત છે. ભાષા પ્રાચીન ગુજરાતી છે તેથી હિંદી જેવી જણાય છે. પદ્ય ૨૫૦ લગભગ છે. આદિ- ત્રેવીસમા શ્રી પાસનાહ પ્રભુ કેરા પાય હું પ્રણમું એકચિત થઈ લહી સગુરૂ પસાય. માતા સરસતિ દેવ કઈ એક સુવચન માગું જે કવિરાજ આગઈ દુઆ એ તેહ ચરણે લાગું. થાઉં શ્રી નવકારમંત્ર ચદ પુરવ સાર વર્ણવતાં એક જીભડીએ ન લહજઈ પાર. યશકીતિ જેહ નિરમલ એ જયસુંદર જે; સંવેગનિધિ ગુરૂ ગણહરૂ એ આરાધું તેહ. સાર શીષામણ તણુ રાસ રચસૅ રસ આણી, તે ભવિયણ તમહે સાંભલઉ એ અવિચલ ફલ જાણું. અંત - વડતપગછગય/ગણિ સૂરિ, જેહ વાણી ગંગાજલપુરિ શ્રી જયસેહરસૂરિવરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy