________________
સોળમી સદી
લાવણ્યસમય
તુલા લગ્ન સરિસુ સંકેત, મૂરતિ મંગલ જમતુ કેત. ૩૭ વૃશ્ચકિ બુધ રવિ ત્રીજઈ રહિઉ, શુક્ર મકરિ તે ચઉથઈ કહિઉ, ગુરૂ શનિ કભિ રહ્યા પાંચમઈ, મેષિ રાહુ સોહઈ સાતમઈ. ૩૮ દસમઈ ચંદ રહિઉ નિજ ઘરે, જન્મયોગ જોઈઉ સહિગુરે, હૃદયસ્થતિ રવિ નક્ષત્ર વશિઉં, હિંગુરિ વચન પ્રકાસિઉં ઈ. ૩૯ સુણુઉ શ્રેષ્ટિ હેશિ તપણું, કઈ એ જાશઇ તીરથ ભણી, કઈ એ થાઈ મોટઉ યંતી, વર વિદ્યા દેશમાં દીપતી. ૪૦ ગુરૂવચને વઈરાગી થયુ, માતવાત પય લાગી રહિઉ, જેઠ સુદિ દિન દસમી તણ, ઉગણત્રીસઈ ઉચ્છવ ધણઉ. ૪૧ પાટણિ પાહિણપુરી પિોસાલ, જગ હુઈ ચઉપટ ચુસાલ, દિઈ દીક્ષા અતિ આણંદપુરિ, ગરપતિ લષિમીસાગરસૂરિ. ૪૨ સંધ સજન સદ્ધ સાષી સમઈ, નામ ઠવિë મુનિ લાવણ્યસમઈ, નવમઈ વરસિ દીષ વર લીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ. ૪૩ સરસતિ ભાત મયા તવ લહી, વરસ સાલમઈ વાંણી હુઈ, ૨ચિઆ રાસ સુંદર સંબંધ, છંદ કવિત ઉપઈ પ્રબંધ. ૪૪ વિવિધ ગીત બહુ કરિયાં વિવાદ, રચીયા દીપ સૂરસ સંવાદ, સરસ કથન નહી આલી કવઈ, મેટા મંત્રિરાય રંજવઇ. ૪૫ જસ ઊપદેશ હવુ સવિશાલ, બહુ થાનિક દેહરાં પિસાલ, મીર મલેક તે માંડઈ વિનઈ, પંડિત પદ તે પંચાવનઈ. ૪૬ સોહઈ ગણ તપગચ્છ શણગાર, દેશ વિદેશિઈ કરઈ વિહાર, સેરઠ દેશિ રહી ગિરનારિ, પુણતા ગુજજર દેશ મઝારિ. ૪૭ અણહિલવાડ પટ્ટણ પાશિ, માલસામુદ્ધિ રહિઆ ચઉમાસી, બોલ સકલ સંધિઈ વનવિ, વિમલરાસ તેણુઈ કારણિ કવિ. ૪૮ અહસાનિ આ માશિ, કીધઉ પાસ જિણેસર પાસિ, મૂળ નક્ષત્ર નિર્મલ રવિવાર, પૂરૂ વિમલરાસ વિસ્તાર. ૪૯
વસ્તુ. રાસ રચિઉ રાસ રચી નવલ નવ પંડિ, તસ ઉપૂરિ ઈક ચૂલિકા, યાનિ પાસ ગબવી ઘાયુ, વિમલ શ્રી વર્ણન કરિઉં, સરસ રાસ પદબંધ ગાયુ; સંવત પર અડસઠઈ (૧૫૬૮) વડુ રાસ વિસ્તાર, તે પ્રમાણિ પરં ચડિઉં, માલસમુદ્ર મુઝારિ.
.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org